G4 રાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પુનર્ગઠન માટે વહેલા પગલાં લેવા માટે એક મોડેલ રજૂ કર્યું છે. જૂથે ચેતવણી આપી હતી કે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થામાં સુધારામાં વિલંબ કરવાથી વધુ નુકસાન થશે.
ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે ગઈકાલે ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સુધારા માટે આંતર-સરકારી વાટાઘાટોમાં G4 વતી આ વાત કહી હતી. શ્રી હરીશે કહ્યું કે, ચાલી રહેલા સંઘર્ષોમાં દરરોજ અસંખ્ય નિર્દોષ લોકોના જીવ જઇ રહ્યાં છે, તેથી વૈશ્વિક સમુદાયે સામૂહિક રીતે દરેક ક્ષણને મહત્વ આપવું જોઈએ.તેમણે કહ્યું કે, યુએનની વિશ્વસનીયતા અને અસરકારકતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે તે ઉગ્ર સંઘર્ષોનો સામનો કરવામાં અસમર્થ છે.
Site Admin | જાન્યુઆરી 22, 2026 4:49 પી એમ(PM)
G4 રાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પુનર્ગઠન માટે વહેલા પગલાં લેવા માટે એક મોડેલ રજૂ કર્યું