મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, જી 7 નેતાઓએ ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ અંગેનું સંયુક્ત નિવેદન જાહેર કર્યુ છે.. જી 7 ના નેતાઓએ મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે, ઇઝરાયેલના પોતાનો બચાવ કરવાના અધિકારને ટેકો જાહેર કર્યો છે.
જી-7 એ ચાલી રહેલા પ્રાદેશિક તણાવ વચ્ચે નાગરિકોની સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો. જૂથે ઈરાનને ઇઝરાયેલમાં અસ્થિરતા અને આતંક ફેલાવનાર તરીકે ઓળખાવ્યું હતું. નેતાઓએ તેમની લાંબા સમયથી ચાલતી સ્થિતિ જાળવી રાખી હતી કે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર પ્રાપ્ત કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. તેમણે આશા વ્યક્ત કરી કે ઈરાનની કટોકટીને ઉકેલવાથી ગાઝામાં યુદ્ધવિરામ હાંસલ કરવાના પ્રયાસો સહિત મધ્ય પૂર્વમાં તણાવ ઘટાડી શકાશે.
Site Admin | જૂન 17, 2025 1:41 પી એમ(PM)
G-7ના નેતાઓએ મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
