ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થાન – FTII ના વિદ્યાર્થીએ તૈયાર કરેલી ‘સનફ્લાવર્સ વેર દી ફર્સ્ટ વન્સ ટૂ નો’ ફિલ્મે પ્રતિષ્ઠિત ઓસ્કાર પુરસ્કારોની લાઇવ એક્શન લઘુ ફિલ્મ શ્રેણી માટે ક્વોલિફાઇ થઈ છે.
ભારતીય લોક કથા અને પંરપરાઓથી પ્રેરિત કન્નડ ભાષાની આ લઘુ ફિલ્મનું નિર્દેશન ચિદાનંદ એસ. નાઇકે કર્યું છે. ફિલ્મે આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પુરસ્કાર જીત્યો હતો. પસંદગી સમિતિએ તેના સ્ક્રિન પ્લે અને નિર્દેશનના વખાણ કર્યા હતા. ફિલ્મનું છાયાંકન સુરજ ઠાકુર, એડિટિંગ મનોજ વી. અને સંગીત ડિઝાઇન અભિષેક કદમનું છે, જેણે ફિલ્મની સફળતામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
Site Admin | નવેમ્બર 5, 2024 2:30 પી એમ(PM)
FTII ના વિદ્યાર્થીએ તૈયાર કરેલી ‘સનફ્લાવર્સ વેર દી ફર્સ્ટ વન્સ ટૂ નો’ ફિલ્મે પ્રતિષ્ઠિત ઓસ્કાર પુરસ્કારોની લાઇવ એક્શન લઘુ ફિલ્મ શ્રેણી માટે ક્વોલિફાઇ થઈ
