માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) એ પુણેમાં યોજાનારા તેના મુખ્ય ફિલ્મ એપ્રિસિએશન કોર્સ (મધ્ય વર્ષ 2025) માટે અરજી કરવાની અંતિમ તારીખ સાત જૂનથી લંબાવીને 15 જૂન કરી છે. FTII અને નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન – નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કોર્સ, FTIIની વ્યાપક આઉટરીચ પહેલનો એક ભાગ છે.
આ કોર્સ તારીખ 23 જૂનથી 11 જુલાઈ 2025 યોજાશે. કોર્સમાં પ્રવચનો, સ્ક્રીનીંગ અને ચર્ચાઓનો સમાવેશ થાય છે, જેમાં દરરોજ સવારે 9:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી સત્રો યોજવામાં આવે છે.
Site Admin | જૂન 12, 2025 10:03 એ એમ (AM) | Exam | FTII | Pune
FTIIએ મુખ્ય ફિલ્મ એપ્રિસિએશન કોર્સ માટે અરજી કરવાની તારીખ લંબાવી
