FIDE ચેસ વિશ્વ કપ 2025માં ભારતના જીએમ કાર્તિક વેંકટરમને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.કાર્તિકે ગોવાના પણજી ખાતે ટાઈબ્રેકરમાં રોમાનિયાના બોગદાન ડેનિયલ ડીકને હરાવ્યો હતો.
અગાઉ ચાર અન્ય ભારતીય ખેલાડીઓ અર્જુન એરિગેસી, આર. પ્રજ્ઞાનંદ, પી હરિકૃષ્ણ અને વી પ્રણવ ચોથા રાઉન્ડમાં પહોંચી ચૂક્યા છે.બીજી તરફ વિદિત ગુજરાતી અને એસ એલ નારાયણન પોતપોતાની ટાઈબ્રેકર રમતોમાં હાર બાદ સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે. આ સ્પર્ધામાં કુલ 206 ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી હવે પાંચ ખેલાડી જ ખિતાબ માટે દાવેદાર છે.
Site Admin | નવેમ્બર 10, 2025 1:35 પી એમ(PM)
FIDE ચેસ વિશ્વ કપ 2025માં ભારતના જીએમ કાર્તિક વેંકટરમને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો