ઉઝબેકિસ્તાનના સમરકંદમાં ચાલી રહેલી FIDE ગ્રાન્ડ સ્વિસ ચેસ ચેમ્પિયનશિપના સાતમા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર નિહાલ સરીને ઈરાનના પરમ મઘસુદલૂને હરાવ્યો. ઉલ્લેખનીય છે કે, સરીન અને જર્મન ગ્રાન્ડમાસ્ટર મેથિયાસ બ્લુબૌમ સાડા પાંચ પોઈન્ટ સાથે લીડ માટે બરાબરી પર છે.
દરમિયાન, વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશ સાતમા રાઉન્ડમાં તુર્કી ગ્રાન્ડમાસ્ટર એડિઝ ગુરેલ સામે હારી ગયો અને ટુર્નામેન્ટમાં તેને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો. અગાઉ, ડી ગુકેશ યુએસએના અભિમન્યુ મિશ્રા અને ગ્રીસના નિકોલસ થિયોડોરો સામે હારી ગયો હતો. ગુકેશ હાલ ત્રણ પોઈન્ટ પર છે અને તેને સ્પર્ધામાં રહેવા માટે બધી મેચ જીતવાની જરૂર છે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2025 1:53 પી એમ(PM)
FIDE ગ્રાન્ડ સ્વિસ ચેસ ચેમ્પિયનશિપના સાતમા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર નિહાલ સરીને ઈરાનના પરમ મઘસુદલૂને હરાવ્યા