FASTag વાર્ષિક પાસ, મુસાફરી માટે એક સરળ વિકલ્પ છે. દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓ માટે આ એક આદર્શ ભેટ બની શકે છે. જે મુસાફરોને દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાષ્ટ્રીય એક્સપ્રેસ પર આખું વર્ષ સિમલેસ મુસાફરી પ્રદાન કરે છે. તમારા પ્રિયજનોને મુશ્કેલી વિના મુસાફરીની ભેટ આપવા માટે, હાઇવે યાત્રા એપ પર ‘પાસ ઉમેરો’ વિકલ્પ પર ક્લિક કરો અને તમે જે વ્યક્તિને ભેટ આપવા માંગો છો તેનો વાહન નંબર અને સંપર્ક વિગતો દાખલ કરો. તમારા મોબાઇલ ફોન પર પ્રાપ્ત થયેલ OTP ચકાસો, અને પાસ તે વાહન સાથે જોડાયેલા માન્ય FASTag પર સક્રિય થશે. એક વર્ષની માન્યતા માત્ર 3 હજાર રૂપિયાની કિંમત સાથે, આ પાસ એક સરળ અને સસ્તું મુસાફરી વિકલ્પ પ્રદાન કરે છે. તે સમગ્ર ભારતમાં આશરે 1 હજાર 150 ટોલ પ્લાઝા પર અમલી છે.
Site Admin | ઓક્ટોબર 19, 2025 8:56 એ એમ (AM)
FASTag વાર્ષિક પાસ, મુસાફરી માટે એક સરળ વિકલ્પ
