સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન- EPFOને કર્મચારી ભવિષ્ય નિધિ યોજના (EPFS) હેઠળ વેતન મર્યાદામાં સુધારો કરવા અંગે ચાર મહિનાની અંદર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.ન્યાયાધીશ જે.કે. મહેશ્વરી અને અતુલ એસ. ચાંદુરકરની બેન્ચે એક જાહેર હિતની અરજી (PIL)ની સુનાવણી દરમિયાન આ નિર્દેશો આપ્યા હતા. અરજીમાં જણાવાયું હતું કે વેતન મર્યાદામાં કોઈ ફેરફાર ન થવાને કારણે, કામદારોનો મોટો વર્ગ EPFO ના કાર્યક્ષેત્રમાંથી બહાર રહી ગયો છે. EPFS એક સામાજિક કલ્યાણ યોજના છે જેનો હેતુ સંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે.છેલ્લા 11 વર્ષથી આ વેતન યથાવત અદાલતમાં દાખલ કરાયેલી અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે દર મહિને 15,000ની વર્તમાન વેતન મર્યાદા મનસ્વી અને અતાર્કિક છે.
Site Admin | જાન્યુઆરી 6, 2026 7:49 એ એમ (AM)
EPFO હેઠળ વેતન મર્યાદામાં સુધારો કરવા ચાર મહિનાની સમયમર્યાદામાં નિર્ણય લેવા કેન્દ્ર સરકારને સર્વોચ્ચ અદાલતનો આદેશ