કર્મચારી ભવિષ્ય નિધિસંગઠન (EPFO) ના સભ્યો હવે સભ્ય પોર્ટલ પર એક જ લોગિન દ્વારા તેમની બધી મુખ્ય સેવાઓ સરળતાથી મેળવી શકશે.
શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ પહેલથી ફરિયાદો ઘટાડવા, પારદર્શિતા સુધારવા અને સભ્યોનો સંતોષ વધારવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે અગાઉ, ડ્યુઅલ લોગિન સિસ્ટમના કારણે વિલંબ, પાસવર્ડ સંબંધિત સમસ્યાઓ અને સભ્યોની ફરિયાદોના નિરાકરણમાં મુશ્કેલી પડતી હતી. શ્રી માંડવિયાએ વધુમાં માહિતી આપી હતી કે પાસબુક લાઇટ સુવિધા હવે પોર્ટલ પર ઉપલબ્ધ છે, જ્યાં સભ્યો યોગદાન, ઉપાડ અને વર્તમાન બેલેન્સ દર્શાવતી સારાંશ પાસબુક જોઈ શકે છે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2025 8:05 પી એમ(PM)
EPFOના સભ્યો હવે સભ્ય પોર્ટલ પર એક જ લોગિન દ્વારા તેમની બધી મુખ્ય સેવાઓ સરળતાથી મેળવી શકશે