પ્રવર્તન નિદેશાલય – EDએ સરહદ પાર માદક પદાર્થોની દાણચોરીના નેટવર્ક સાથે જોડાયેલા મની લૉન્ડ઼રિંગના એક કેસમાં 6 લોકોની ધરપકડ કરી છે.
એજન્સીએ મુંબઈના ન્હાવા શેવા બંદર પર આયાત કરાયેલા કન્ટેનરમાંથી અંદાજે 293 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવાના આધારે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત દિલ્હી પોલીસના વિશેષ દળે ફરીદાબાદમાં બે વાહનો અને એક ફ્લેટમાંથી અંદાજે 353 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું.
એક નિવેદનમાં ઈડીએ જણાવ્યું છે કે તપાસ દરમિયાન અફઘાનિસ્તાનથી ભારતમાં હેરોઈનની દાણચોરી સાથે સંકળાયેલ એક મોટી ડ્રગ હેરફેરનો પર્દાફાશ થયો છે. આ નિવેદનમાં વધુમાં કહેવાયું છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિઓ પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં હેરોઈનની દાણચોરી, સંગ્રહ અને વિતરણમાં સંડોવાયેલી હતી.
એજન્સીએ એમ પણ જણાવ્યું કે તપાસથી બચવા માટે 10 કિલોગ્રામથી ઓછી માત્રામાં ડ્રગની હેરફેર કરાઈ હતી. આ માટે સ્માર્ટફોનની ખરીદી માટે રોકડ રકમનો ઉપયોગ કરાયો હતો.
અધિકારીઓ અનુસાર પંજાબના જંડોલી ગામમાં એક પ્રોપર્ટી, આરોપી વ્યક્તિઓના નામે બહુવિધ બેંક ખાતા અને ફિક્સ ડિપોઝિટ – વિગેરેને તપાસમાં સામેલ કરવામાં આવ્યા છે.
Site Admin | ઓક્ટોબર 23, 2024 9:31 એ એમ (AM)
ED દ્વારા માદક પદાર્થોની દાણચોરીના નેટવર્ક સાથે જોડાયેલા મની લૉન્ડ઼રિંગના કેસમાં 6 લોકોની ધરપકડ
