ED એ ગઇકાલે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવની નોકરી માટે જમીન કેસમાં પૂછપરછ કરી.અધિકારીઓએ બંનેની ત્રણ કલાકથી વધુ સમય સુધી અલગ-અલગ પૂછપરછ કરી. તપાસ અધિકારીઓએ તેજ પ્રતાપ યાદવની દિલ્હી અને અન્ય સ્થળોએ સ્થાવર મિલકતોના સંપાદન અંગે પણ પૂછપરછ કરી. આ કેસમાં, ED એ RJD પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને પટના સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસમાં હાજર થવા માટે બોલાવ્યા છે. અગાઉ, ED એ ગયા વર્ષે જાન્યુઆરીમાં શ્રી પ્રસાદની દસ કલાકથી વધુ પૂછપરછ કરી હતી.સીબીઆઈ પણ અલગથી આ કેસની તપાસ કરી રહી છે, જેમાં લાલુ પ્રસાદ અને તેમના સંબંધીઓએ 2004 થી 2009 વચ્ચે નોકરીના બદલામાં જમીન મેળવી હોવાનો આરોપ છે.
Site Admin | માર્ચ 19, 2025 9:07 એ એમ (AM)
ED એ ગઇકાલે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવની નોકરી માટે જમીન કેસમાં પૂછપરછ કરી.
