પ્રવર્તન નિદેશાલય-EDએ રિયલ એસ્ટેટ યોજના સાથે સંકળાયેલા 2 હજાર 700 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના કેસમાં ગુરુવારે મોટી કાર્યવાહી શરૂ કરી હતી. ઇડીએ દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતમાં લગભગ 24 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તપાસ રેડ નેક્સા એવરગ્રીન નામની રિયલ એસ્ટેટ યોજના સાથે સંબંધિત મોટા પાયે નાણાકીય છેતરપિંડી સાથે જોડાયેલી છે. રાજસ્થાનમાં ઈડીની ટીમોએ જયપુર, જોધપુર, સીકર અને ઝુંઝુનૂ સહિતના શહેરોમાં કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત અમદાવાદ અને દિલ્હીના કેટલાક ભાગોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી રહી છે.
રેડ નેક્સા એવરગ્રીન પ્રોજેક્ટ રોકાણકારોને ઊંચા વળતર અથવા ફ્લેટ, જમીન જેવી મિલકતોની ફાળવણી અથવા નિશ્ચિત કાર્યકાળ પછી પ્રીમિયમ દરની ચૂકવણી જેવાં પ્રલોભનો આપ્યા હોવાનું કહેવાય છે.
Site Admin | જૂન 12, 2025 4:44 પી એમ(PM)
EDએ રિયલ એસ્ટેટ યોજના સાથે સંકળાયેલા 2 હજાર 700 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના કેસમાં દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતમાં 24 સ્થળોએ દરોડા પાડ્યા