જાન્યુઆરી 23, 2026 7:45 પી એમ(PM)

printer

EDએ પંચમહાલના ગોધરામાં 11 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી.

પ્રવર્તન નિદેશાલય (ED) ની અમદાવાદ સ્થિત કચેરીએ ખેરના લાકડાની ગેરકાયદે તસ્કરી અને મની લોન્ડરિંગના કેસમાં પંચમહાલ જિલ્લાના ગોધરામાં અંદાજે ૧૧.૩ કરોડ રૂપિયાની ૧૪ સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છે. આરોપી આરિફ અલી અમજદ અલી ખાન અને અન્યો વિરુદ્ધ ચાલી રહેલી તપાસના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરાઇ હતી.
સત્તાવાર માહિતી મુજબ, સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જ દ્વારા વન્યજીવ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેના આધારે EDએ તપાસ શરૂ કરી હતી.
જે અંતર્ગત આરોપી આરિફ અલી અમજદ અલી ખાન અને અન્યોએ વન વિભાગની મંજૂરી વિના રાજ્યના વ્યારા, તાપી, સુરત, વલસાડ, નવસારી અને નર્મદા સહિતના જિલ્લાઓના વન્યજીવ અભયારણ્યોમાંથી ખેરના વૃક્ષોનું ગેરકાયદે છેદન કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ ગુનાહિત આવકમાંથી ઉભી કરવામાં આવેલી મિલકતોની ઓળખ કરી તેને ED દ્વારા જપ્ત કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.