ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 18, 2025 2:01 પી એમ(PM)

printer

EDએ દિલ્હી અને રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્રમાં અલફલાહ સમૂહ સાથે સંકળાયેલા 25થી વધુ પરિસરની તપાસ કરી.

પ્રવર્તન નિદેશાલય – EDએ આજે દિલ્હી અને રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્રમાં અલફલાહ સમૂહ સાથે સંકળાયેલા 25થી વધુ પરિસરની તપાસ હાથ ધરી.
આ તપાસ અભિયાન નાણાકીય ગેરરીતિ, શેલ કંપનીઓના ઉપયોગ, આવાસ સંસ્થાઓ અને મની લૉન્ડરિંગની ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. EDએ જણાવ્યું, આ સમૂહ સાથે જોડાયેલી નવ શૈલ કંપનીઓની તપાસ ચાલી રહી છે. આ તમામ કંપની એક જ સરનામા પર નોંધાયેલી છે.
અલફલાહ ટ્રસ્ટ અને સંબંધિત સંસ્થાઓની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત વિશ્વ-વિદ્યાલય અનુદાન પંચ – UGC અને રાષ્ટ્રીય મૂલ્યાંકન તથા માન્યતા પરિષદ – NAAC માન્યતા સાથે સંબંધિત દાવાઓમાં પ્રથમ દ્રષ્ટિએ વિસંગતતાઓ જોવા મળી છે.
EDએ ઉંમેર્યું, આ પાસાઓ સંબંધિત અધિકારીઓની સાથે તપાસ ચાલી રહી છે. આ મહિનાની 10 તારીખે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ સંબંધિત કેસમાં અનેક તબીબની ધરપકડ બાદ અલફલાહ વિશ્વવિદ્યાલય તપાસના દાયરામાં આવી છે.