ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 3, 2024 3:42 પી એમ(PM)

printer

EDએ આજે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા મોહમ્મદ અઝહરુદ્દીનને સમન્સ પાઠવ્યું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, EDએ આજે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા મોહમ્મદ અઝહરુદ્દીનને સમન્સ પાઠવ્યું છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું હતું. એચસીએના પૂર્વ પ્રમુખ મોહમ્મદઅ ઝહરુદ્દીન પર તેમના કાર્યકાળ દરમિયાન ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ છે. આ પહેલીવાર છે જ્યારે કોંગ્રેસના નેતાને તપાસ એજન્સી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે, જેમાં તપાસ હેઠળના નાણાકીય વ્યવહારોમાં તેમની ભૂમિકા સ્પષ્ટ કરવા એજન્સી સમક્ષ હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.
EDના સૂત્રોએ માહિતી આપી હતી કે આ કેસ હૈદરાબાદના ઉપ્પલ ખાતે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ માટે ડીઝલ જનરેટર અને અગ્નિશામક પ્રણાલીની ખરીદી માટે ફાળવવામાં આવેલા 20 કરોડ રૂપિયાના કથિત દૂરઉપયોગ સાથે સંબંધિત છે. ઈડીએ ગયા નવેમ્બર દરમિયાન તેલંગાણામાં નવ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું.
HCA નાપ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી તરીકે ફરજ બજાવતા લોકોના નિવાસસ્થાન પર સર્ચ કરવામાં આવ્યું હતું અને તેના પરિણામે ડિજિટલ ઉપકરણો, ગુનાહિત દસ્તાવેજો અને કેટલીક બિનહિસાબી રોકડ રિકવરી અને જપ્ત કરવામાં આવી હતી. ED એ એન્ટીકરપ્શન બ્યુરો (ACB), હૈદરાબાદ દ્વારા નોંધાયેલી FIR અને HCA ના 20 કરોડ રૂપિયાના ભંડોળના ગુનાહિત દૂરઉપયોગને લગતી ACB દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના આધારે તપાસ શરૂ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.