જાન્યુઆરી 17, 2026 8:51 એ એમ (AM)

printer

EDએ અલ ફલાહ યુનિવર્સિટીના મેનેજિંગ ટ્રસ્ટી ચાન્સેલર અને અન્ય લોકો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અલ ફલાહ યુનિવર્સિટીના મેનેજિંગ ટ્રસ્ટી અને ચાન્સેલર જવાદ અહમદ સિદ્દીકી અને અન્ય લોકો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. એજન્સીએ જણાવ્યું કે અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ, અલ-ફલાહ યુનિવર્સિટી અને તેની સંલગ્ન સંસ્થાઓ સાથે જોડાયેલા પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ ના કથિત ઉત્પાદન અને લોન્ડરિંગના સંદર્ભમાં આરોપીઓ સામે સક્ષમ PMLA કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.EDએ એક નિવેદનમાં જણાવ્યું કે તેણે હરિયાણા સ્થિત આ જૂથ સાથે જોડાયેલી લગભગ 140 કરોડ રૂપિયાની સંપત્તિ કામચલાઉ રીતે જપ્ત કરી છે.એજન્સીની તપાસ ગયા વર્ષે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ બાદ દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલી FIR પર આધારિત છે.