પ્રવર્તન નિદેશાલય- E.D. હરિયાણામાં એક જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લૉન્ડરિંગ કેસની તપાસ માટે; કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડરાનાં પતિ રૉબર્ટ વાડરાની પૂછપરછ કરી રહી છે. આ મામલો રૉબર્ટ વાડરાની કંપની દ્વારા ગુરુગ્રામમાં જમીન ખરીદી સાથે જોડાયેલો છે. આ પહેલા સવારે રૉબર્ટ વાડરા E.D. સમક્ષ રજૂ થવા માટે દિલ્હીની E.D. કચેરીએ પહોંચ્યા છે.
બીજી તરફ, E.D.ની ટુકડી રાજસ્થાનના પૂર્વ મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસ અને અન્ય લોકોના આવાસ સહિત 15-થી વધુ સ્થળ પર દરોડા પાડી રહી છે. મૅસર્સ P.A.C.L. સાથે જોડાયેલા 48 હજાર કરોડ રૂપિયાના મોટા રોકાણ કૌભાંડની તપાસના એક ભાગ અંતર્ગત આ દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કંપની અને તેમની સહકારી સંસ્થાઓની મિલકતોને ગેરકાયદેસર વેચવાના આક્ષેપમાં દિવંગત નિર્મળ સિંઘ ભાન્ગુના ભાગીદારો સામે પણ F.I.R. નોંધવામાં આવી છે.
Site Admin | એપ્રિલ 15, 2025 2:06 પી એમ(PM)
E.D. દ્વારા હરિયાણામાં જમીન કૌભાંડ સાથે સંકળાયેલા મની લૉન્ડરિંગ કેસની તપાસ માટે રૉબર્ટ વાડરાની પૂછપરછ