નવેમ્બર 12, 2025 2:08 પી એમ(PM)

printer

DRI ના અધિકારીઓએ સોનાની દાણચોરી મામલે 11 વ્યક્તિઓની ધરપકડ કરી

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ-DRI ના અધિકારીઓએ સોનાની દાણચોરીના રેકેટમાં સામેલ 11 વ્યક્તિઓની ધરપકડ કરી છે. એજન્સીએ 15 કરોડ રૂપિયાનું 11.88 કિલો સોનું અને 13.77 લાખ રૂપિયાની કિંમતનું 8.77 કિલો ચાંદી જપ્ત કરી છે.
DRI ના જણાવ્યા મુજબ, ગુપ્તચર અહેવાલો દર્શાવે છે કે કાલબાદેવી અને મઝગાંવમાં દાણચોરી કરેલા સોનાને પીગળવા અને પ્રક્રિયા કરવા માટે જગ્યાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, અને પીગળેલા સોનાને મુમ્બાદેવી રોડ પરની એક ઓફિસમાંથી વેપાર દ્વારા સ્થાનિક બજારમાં વેચવામાં આવી રહ્યું હતું. તે મુજબ, ત્રણેય જગ્યાઓ પર શોધખોળ હાથ ધરવામાં આવી હતી