ડિસેમ્બર 14, 2025 7:42 પી એમ(PM)

printer

DRIએ છ કરોડ રૂપિયાથી વધુની કિંમતના પ્રતિબંધિત લાલ ચંદનની ગેરકાયદે નિકાસનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ – DRIએ 6 કરોડ રૂપિયાથી વધુની કિંમતના પ્રતિબંધિત લાલ ચંદનની ગેરકાયદે નિકાસનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. એક નિવેદનમાં, નાણા મંત્રાલયે જણાવ્યુ કે ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં દરોડા પાડી વિવિધ ગોડાઉનોમાંથી 15 મેટ્રિક ટન લાલ ચંદનનો જથ્થો જપ્ત કરાયો છે. આ કેસમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ દરોડા દેશની સમૃદ્ધ જૈવવિવિધતાને જોખમમાં મૂકનારાઓ સામે અવિરત કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.