ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજૅન્સ – DRIએ કચ્છના મુન્દ્રા બંદર પરથી 30 હજાર ફટાકડા જપ્ત કર્યા છે. DRIએ જણાવ્યું, ચીનથી ગેરકાયદે આયાત કરાયેલા આ ફટાકડાની કિંમત પાંચ કરોડ રૂપિયા જેટલી હોવાનું જણાયું છે. આ સાથે જ ફટાકડા મગાવનારા મુખ્ય વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.
DRI-ના અધિકારીઓએ જણાવ્યું, 40 ફૂટ લાંબા કન્ટેનરના નિરીક્ષણ દરમિયાન તેમાં ફટાકડા સંતાડવામાં આવ્યા હતા. પકડાયેલા આયાતકાર પાસે કોઈ માન્ય દસ્તાવેજ નહતા. તેમજ તેણે ફટાકડાની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની પણ કબૂલાત કરી હતી. આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.
Site Admin | નવેમ્બર 17, 2025 7:11 પી એમ(PM)
DRIએ કચ્છના મુન્દ્રા બંદર પર ગેરકાયદે આયાત કરાયેલા પાંચ કરોડ રૂપિયાના ફટાકડા સાથે એક વ્યક્તિની ધરપકડ