મે 17, 2025 6:28 પી એમ(PM)

printer

DRDO ના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે આજે ચેન્નાઈના અવાડી ખાતે કોમ્બેટ વ્હીકલ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટની મુલાકાત લીધી

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન-DRDO ના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે આજે ચેન્નાઈના અવાડી ખાતે કોમ્બેટ વ્હીકલ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટની મુલાકાત લીધી. આ પ્રસંગે તેમણે વેલ્લોર ખાતે ઓટોમેટેડ વેપન સિસ્ટમ્સ ટેસ્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ સંકુલમાં 26 પ્રકારના ટ્રેક છે જે બખ્તરબંધ લડાઈ વાહનોના સંપૂર્ણ ઓટોમેટેડ પ્રદર્શન પરિમાણોના પરીક્ષણમાં મદદ કરશે.

DRDO ના અધ્યક્ષે સ્પેશિયલ એન્જિન ટેસ્ટ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું. DRDO ના પ્રતિનિધિઓને પરીક્ષણ સુવિધાઓની વિવિધ સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી. ડૉ. સમીર કામતે ચાલુ પ્રોજેક્ટ્સની પ્રગતિની પણ સમીક્ષા કરી.