એપ્રિલ 11, 2025 7:39 પી એમ(PM)

printer

DRDO એ સુખોઈ-30 M.K.I. વિમાનથી લાંબા અંતરના “ગ્લાઈડ બોમ્બ ગૌરવ”નું સફળ પરિક્ષણ કર્યું.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન- D.R.D.O. એ સુખોઈ-30 M.K.I. વિમાનથી લાંબા અંતરના “ગ્લાઈડ બોમ્બ ગૌરવ”નું સફળ પરિક્ષણ કર્યું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, પરિક્ષણોમાં અંદાજે 100 કિલોમીટરના અંતર સુધી ચોકસાઈ સાથે સફળ પ્રદર્શન કરાયું.
“ગૌરવ” એક હજાર કિલો વર્ગનો ગ્લાઈડ બૉમ્બ છે, જેને ચાંદીપુરમાં આવેલા સંશોધન કેન્દ્ર ઈમારત, શસ્ત્રાગાર સંશોધન અને વિકાસ સંસ્થાન તેમજ સંકલિત પરિક્ષણ રૅન્જ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઈન કરાયો અને બનાવાયો છે. D.R.D.O. અને ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓએ આ પરિક્ષણમાં ભાગ લીધો અને સમીક્ષા કરી.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ગૌરવના સફળ પરિક્ષણ બદલ D.R.D.O, ભારતીય વાયુસેના અને ઉદ્યોગ જગતને શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું, લાંબા અંતરથી ગ્લાઈડ બૉમ્બના વિકાસથી સશસ્ત્ર દળોની ક્ષમતામાં વધારો થશે.