સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન-DRDO એ ગઈકાલે તીવ્ર ગતિથી ઉડતા લડાકુ વિમાનમાં પાયલટનો જીવ બચાવનાર પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું. આ જટિલ પરીક્ષણ સાથે, ભારત એવા દેશોના જૂથમાં જોડાઈ ગયું છે જેમની પાસે અદ્યતન સ્વદેશી પ્રણાલીની ક્ષમતા છે.
આ પરીક્ષણ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના સહયોગથી ચંદીગઢમાં ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરીના રેલ ટ્રેક રોકેટ સ્લેડ સુવિધા ખાતે હાથ ધરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વાયુસેના અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન એન્ડ સર્ટિફિકેશનના અધિકારીઓ પણ હાજર હતા.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળ પરીક્ષણ માટે તમામ સંબંધિત સંસ્થાઓ અને ઉદ્યોગોને અભિનંદન પાઠવ્યા છે.
Site Admin | ડિસેમ્બર 3, 2025 2:13 પી એમ(PM)
DRDOએ તીવ્ર ગતિથી ઉડતા લડાકુ વિમાનમાં પાયલટનો જીવ બચાવનાર પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું.