ડિસેમ્બર 7, 2025 2:02 પી એમ(PM)

printer

DGCA- એ ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સ અને એકાઉન્ટેબલ મેનેજર ઇસિડ્રો પોર્કેરાસને કારણદર્શક નોટિસ આપી.

નાગરિક ઉડ્ડયન નિર્દેશાલય DGCAએ ઇન્ડિગોના મુખ્ય કાર્યકારી અધિકારી પીટરઅલ્બર્સ અને એકાઉન્ટેબલ મેનેજર ઇસિડ્રો પોકયુરસરને કારણદર્શક નોટિસ ફટકારી છે, જેમાં તેમને મોટા પાયે ફ્લાઇટ રદ કરવા અંગે 24 કલાકની અંદર જવાબ આપવા જણાવ્યું છે. ફ્લાઇટ રદ કરવાથી મુસાફરોને ભારે અસુવિધા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. DGCAએ મંજૂર ફ્લાઇટ શેડ્યૂલ ધોરણોમાં સુધારેલી આવશ્યકતાઓને પૂરતા પ્રમાણમાં સમાયોજિત કરવામાં નિષ્ફળતાને કારણે થયેલા વિક્ષેપ માટે એરલાઇનને દોષી ઠેરવી હતી. નોટિસમાં જણાવાયું છે કે આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ ચલાવવામાં નિષ્ફળતા આયોજન અને સંસાધન વ્યવસ્થાપનમાં નોંધપાત્ર ખામીઓને પ્રતિબિંબિત કરે છે.નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ પરિસ્થિતિને ઉકેલવા માટે મંત્રાલયના અધિકારીઓ અને ઇન્ડિગોના સીઈઓ અલ્બર્સ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ઇન્ડિગોના ફ્લાઇટ સંચાલનને સ્થગિત કરવાના કારણે મુસાફરો સતત પાંચમા દિવસે પણ અટવાઈ ગયા છે. ત્યારબાદ કેન્દ્ર સરકારે કડક ભાડા મર્યાદાલાદી, તાત્કાલિક રિફંડ ફરજિયાત બનાવ્યું અને કોઈપણ વિલંબ માટે કંપની સામે કાર્યવાહી કરવાની ધમકી આપી. ઇન્ડિગોએ ગઈકાલે 800 થી વધુ ફ્લાઇટ્સ પણ રદ કરી હતી

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.