ઓક્ટોબર 5, 2025 8:09 પી એમ(PM)

printer

DGCAએ આગામી તહેવારો પહેલા વિમાન ભાડાના વલણની સમીક્ષા કરી

નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય-DGCAએ આગામી તહેવારો પહેલા હવાઇ ભાડાના વલણોની સમીક્ષા કરી. DGCAએ એરલાઇન્સને વધારાની ઉડાનો તૈનાત કરી ઉડાન ક્ષમતા વધારવા જણાવ્યુ. આ અંગે ઇન્ડિગોએ માહિતી આપી કે તેણે 42 ક્ષેત્રોમાં 730 વધારાની ઉડાન તૈનાત કરી છે. દરમિયાન, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ 20 ક્ષેત્રોમાં 486 વધારાની ઉડાન જ્યારે સ્પાઇસજેટ 38 ક્ષેત્રોમાં વધુ 546 ઉડાન શરૂ કરશે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યુ કે, તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોના હિતોનું રક્ષણ કરવા DGCA એરલાઇન ભાડા અને ફ્લાઇટ ક્ષમતા પર કડક દેખરેખ રાખશે.