ડિરેક્ટૉરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજૅન્સ- D.R.I.ની ટુકડીએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતર-રાષ્ટ્રીય હવાઈમથક પરથી 37 કરોડ રૂપિયાથી વધુનો કેફી પદાર્થ પકડ્યો છે.અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે, D.R.I.ની ટુકડીએ અમદાવાદ કસ્ટમ વિભાગની મદદથી બેંગકોકથી આવી રહેલા ચાર ભારતીય નાગરિકને અટકાવ્યા હતા. તેમની છ બેગની તપાસ કરતાં વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓમાં કેફી પદાર્થ છૂપાવવામાં આવ્યો હોવાનું જણાયું હતું. D.R.I.ની ટુકડીએ અંદાજે 37 કિલોથી વધુનો કેફી પદાર્થ કબજે કર્યો હતો
Site Admin | એપ્રિલ 30, 2025 10:33 એ એમ (AM)
D.R.I.ની ટુકડીએ અમદાવાદ હવાઈમથક પરથી અંદાજે 37 કરોડ રૂપિયાનો કેફી પદાર્થનો જથ્થો પકડ્યો
