D.R.I. – ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજેન્સે લક્ઝરી કાર આયાતકારો દ્વારા કરાતી 25 કરોડ રૂપિયાથી વધુની કસ્ટમ ડ્યૂટીની ચોરી પકડી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે, D.R.I.ને મળેલી માહિતીમાં ખૂલાસો થયો કે, લક્ઝરી કારનું આયાત મૂલ્ય અંદાજે 50 ટકા જેટલું ઓછું દર્શાવી કસ્ટમ ડ્યૂટીમાંથી બચવાનો પ્રયાસ કરાતો હતો. આ કારને પહેલા વિદેશ મોકલી, ત્યાં થોડા ફેરફાર કર્યા પછી કેટલાક દસ્તાવેજો દ્વારા ખોટું આયાત મૂલ્ય દર્શાવીને ભારતમાં આયાત કરાતી હોવાનો પણ ખૂલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું કે, લક્ઝરી ગાડીઓના આ આયાતકર્તાઓ અમદાવાદ, હૈદરાબાદ, મુંબઈ, પુણે, બેંગ્લુરુ અને દિલ્હી જેવા શહેરોના છે. આ મામલે D.R.I.એ હૈદરાબાદ સ્થિત એક વેપારીની ધરપકડ કરી હતી. તેમને અમદાવાદની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ અદાલત દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ અંગે D.R.I.ની તપાસ ચાલી રહી છે.
Site Admin | મે 14, 2025 9:23 એ એમ (AM)
D.R.I.એ લક્ઝરી કાર આયાતકારો દ્વારા કરાતી 25 કરોડ રૂપિયાથી વધુની કસ્ટમ ડ્યૂટીની ચોરી પકડી
