સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન – D.R.D.O-એ ઓડિશાના કાંઠાથી એક જ લૉન્ચરથી ત્વરિત અનુક્રમમાં બે પ્રલય મિસાઈલ લૉન્ચ કરી. ઉડાન પરીક્ષણ ઉપયોગકર્તા મૂલ્યાંકન પરીક્ષણના ભાગરૂપે કરાયું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, બંને મિસાઈલે તમામ ઉડાન ઉદ્દેશને પૂર્ણ કરતા ઇચ્છિત માર્ગનું પાલન કર્યું.
ચાંદીપુર સંકલિત પરીક્ષણ રૅન્જમાં તહેનાત ટ્રૅકિંગ સૅન્સરે આ અંગેની પુષ્ટિ કરી છે. ટર્મિનલ ઘટનાઓની પુષ્ટિ જહાજ પર લાગેલા ટૅલિમેટ્રી પ્રણાલિથી કરવામાં આવી. તેને ઇમ્પેક્ટ પૉઈન્ટ્સ પાસે તહેનાત કરાયું હતું. પ્રલય સ્વદેશી રીતે વિકસિત સુદ્રઢ આગળ ચલાવનાર કાયમી બૅલેસ્ટિક મિસાઈલ છે. તે વધુ સ્પષ્ટતા સુનિશ્ચિત કરવા માટે આધુનિક માર્ગદર્શન અને નૌપરિવહનનો ઉપયોગ કરે છે.
આ મિસાઈલ અલગ-અલગ લક્ષ્ય સુધી અનેક પ્રકારના હથિયાર લઈ જવામાં સક્ષમ છે. તેને હૈદરાબાદના સંશોધન કેન્દ્ર ઇમારતમાં DRDOની બીજી પ્રયોગશાળાની સાથે મળીને બનાવવામાં આવી છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ઓછા સમયમાં સતત મિસાઈલના સફળ પરીક્ષણ બદલ DRDO, વાયુસેના, સેના, જાહેર ક્ષેત્રના સંરક્ષણ ઉપક્રમ અને ઉદ્યોગોને શુભેચ્છાઓ પાઠવી હતી.
Site Admin | ડિસેમ્બર 31, 2025 7:50 પી એમ(PM)
D.R.D.O-એ ઓડિશાના કાંઠાથી એક જ લૉન્ચરથી ત્વરિત અનુક્રમમાં બે પ્રલય મિસાઈલ લૉન્ચ કરી