કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર 2027 માં દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે.
થક્કોલમ ખાતે CISF ના 56મા સ્થાપના દિવસ પર બોલતા, તેમણે કહ્યું, CISF રાષ્ટ્ર વિકાસનો એક ભાગ રહ્યો છે અને દેશના લોકોની સુરક્ષા માટે દેશભરના મહત્વપૂર્ણ સ્થાપનો પર સેવા આપી રહ્યો છે. ગૃહમંત્રીએ કહ્યું, તમિલનાડુએ રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને સરકારે રાજાદિત્ય ચોલનના ગૌરવને માન્યતા આપી છે અને CISF પ્રાદેશિક તાલીમ કેન્દ્રનું નામ તેમના નામ પર રાખ્યું છે.
તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની બે વર્ષ સુધી અપીલ કરવા છતાં તમિલ ભાષામાં તબીબી અભ્યાસ શરૂ ન કરવા બદલ ટીકા કરી. તેમણે કહ્યું કે, 2019 થી, સરકારે દેશના અન્ય ભાગોમાં CISF સ્થાપના દિવસ યોજવાનું નક્કી કર્યું છે.
Site Admin | માર્ચ 7, 2025 1:59 પી એમ(PM)
CISF નાગરિકોની સલામતી માટે ખડે પગે રહ્યું છે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
