કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ – CISF દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા અને રાષ્ટ્રીય મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આગામી 28 જાન્યુઆરીથી વંદે માતરમ્ કૉસ્ટલ સાયક્લોથોન યોજાશે. આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા, CISFના પશ્ચિમી ક્ષેત્રના આઈ.જી. અભિષેક ગોયલે કહ્યું, સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત આ વિષય સાથે આ 25 દિવસની સાયકલ યાત્રા ભારતના મુખ્ય દરિયાકાંઠાના છ હજાર 500 કિલોમીટરથી વધુ અંતરને આવરી લેશે. C.I.S.F.ના સાયકલિસ્ટોની બે ટીમ એકસાથે પ્રસ્થાન કરશે, જેમાં પશ્ચિમ કિનારે ગુજરાતના કચ્છમાં આવેલા લખપત કિલ્લાથી અને પૂર્વ કિનારે પશ્ચિમ બંગાળના બખ્ખાલીથી યાત્રા શરૂ થશે.
આ બંને ટીમ વિવિધ દરિયાકાંઠાના શહેરો અને ગામોમાંથી પસાર થઈ 22 ફેબ્રુઆરીએ કેરળના કોચી ખાતે એકત્રિત થશે.
Site Admin | જાન્યુઆરી 19, 2026 2:26 પી એમ(PM)
CISF દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા અને રાષ્ટ્રીય મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આગામી 28 જાન્યુઆરીથી વંદે માતરમ્ કૉસ્ટલ સાયક્લોથોન યોજાશે.