ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સી. ડી. એસ.) જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને નિઃશસ્ત્ર ડ્રોન અને લોટરીંગ યુદ્ધસામગ્રીનો ઉપયોગ કર્યો હતો, જેને ભારતીય સશસ્ત્ર દળોએ નિષ્ક્રિય કરી દીધા હતા.
નવી દિલ્હીમાં માનવરહિત હવાઈ વાહન અને કાઉન્ટર-યુએએસ સ્વદેશીકરણ પર એક વર્કશોપને સંબોધતા જનરલ ચૌહાણે કહ્યું કે પાકિસ્તાનના કોઈ પણ ડ્રોનથી ભારતીય સૈન્ય અથવા નાગરિક માળખાને કોઈ નુકસાન થયું નથી. તેમણે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર સ્વદેશી માનવ રહિત હવાઈ પ્રણાલીઓને તૈનાત કરવાના નિર્ણાયક મહત્વને દર્શાવે છે. જનરલ ચૌહાણે જણાવ્યું હતું કે દેશે પોતાની સુરક્ષા માટે રોકાણ કરીને વિદેશી ટેકનોલોજીને બદલે સ્વદેશી શસ્રોનું નિર્માણ કરવું જોઈએ
Site Admin | જુલાઇ 16, 2025 2:09 પી એમ(PM)
CDS જનરલ અનિલ ચૌહાણે કહ્યું, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ઉપયોગમાં લીધેલી યુદ્ધસામગ્રીને ભારતીય સશસ્ત્ર દળોએ નિષ્ક્રિય કરી