મે 13, 2025 1:53 પી એમ(PM)

printer

CBSE ધોરણ 12 બૉર્ડનું પરિણામ જાહેર- વિદ્યાર્થીઓની સરખામણીએ 5.94 ટકા વધુ વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ

CBSE- કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડે ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. આ વખતે પરીક્ષામાં કુલ 88.39 ટકા વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે, જે ગત વર્ષની સરખામણીએ 0.41 ટકા વધુ છે. આ વખતે વિદ્યાર્થીઓની સરખામણીએ 5.94 ટકા વધુ વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ થઈ છે.
આ પરીક્ષામાં વિજયવાડા ક્ષેત્રના સૌથી વધુ 99.60 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે ત્રિવેન્દ્રમ્-ના 99.32 ટકા અને ચેન્નઈના 97.39 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. વિદ્યાર્થીઓ WWW.RESULTS.NIC.IN અને WWW.CBSE.GOV.IN વૅબસાઈટ પર પરિણામ જોઈ શકશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે 16 લાખ 92 હજાર 794 વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા આપી હતી.