સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શાળાઓને વિદ્યાર્થીઓમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે ઓઇલ બોર્ડ સ્થાપિત કરવા જણાવ્યું છે. શાળાઓના તમામ વડાઓને લખેલા પત્રમાં સીબીએસઈએ તેમને પોષક, તંદુરસ્ત ખોરાક વિકલ્પો અને પ્રવૃત્તિની ઉપલબ્ધતા દ્વારા શાળાઓમાં તંદુરસ્ત ભોજન અને શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા કહ્યું છે.
સીબીએસઇએ શાળાઓને વિદ્યાર્થીઓને સીડીનો ઉપયોગ કરવા, કસરત માટે પ્રોત્સાહિત કરવા, અભ્યાસમાંથી ટૂંકા વિરામનું આયોજન કરવા અને ચાલવા માટે માર્ગોની સુવિધા આપવા માટે પણ કહ્યું છે.
લેન્સેટ GBD 2021એ સ્થૂળતા અંગેનાં અભ્યાસમાં જણાવ્યા અનુસાર, ભારતમાં વધુ વજનવાળા અને મેદસ્વી પુખ્ત વયના લોકોની સંખ્યા 2021માં 18 કરોડ હતી, જે 2050 સુધીમાં લગભગ 45 કરોડ થવાની ધારણા છે.
Site Admin | જુલાઇ 16, 2025 7:39 પી એમ(PM)
CBSE એ શાળાઓને વિદ્યાર્થીઓમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે ઓઇલ બોર્ડ સ્થાપિત કરવા જણાવ્યું
