સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે પરીક્ષા સંબંધિત તણાવને દૂર કરવા માટે વિદ્યાર્થીઓ માટે મનો-સામાજિક કાઉન્સેલિંગ સપોર્ટ શરૂ કર્યો છે. ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓ માટે નિઃશુલ્ક મનો-સામાજિક કાઉન્સેલિંગ સેવાઓનો પ્રથમ તબક્કો આ વર્ષે 1 જૂન સુધી ચાલશે.
આ પહેલનો ઉદ્દેશ્ય પરીક્ષા સંબંધિત તણાવ ઘટાડવાનો અને ભાવનાત્મક વધારવાનો છે, જેથી વિદ્યાર્થીઓ 17 ફેબ્રુઆરીથી શરૂ થનારી તેમની આગામી પરીક્ષાઓ આત્મવિશ્વાસ, સંતુલન અને માનસિક સ્પષ્ટતા સાથે પૂર્ણ કરી શકે.
વિદ્યાર્થીઓ ટોલ ફ્રી નંબર 1800118004 પર ડાયલ કરી શકે છે અને ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા હિન્દી અને અંગ્રેજીમાં ચોવીસ કલાક સપોર્ટ મેળવી શકે છે.
Site Admin | જાન્યુઆરી 6, 2026 2:01 પી એમ(PM)
CBSEએ પરીક્ષા સંબંધિત તણાવને દૂર કરવા વિદ્યાર્થીઓ માટે મનો-સામાજિક કાઉન્સેલિંગ સપોર્ટ શરૂ કર્યો.