ઓગસ્ટ 27, 2025 9:03 એ એમ (AM)

printer

CBICએ લોકોને GST દરો પર અટકળો ટાળવા અનુરોધ કર્યો

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ લોકોને GST દરો પર અટકળો ટાળવા અનુરોધ કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, CBIC એ જણાવ્યું કે આ સંદર્ભમાં નિર્ણયો GST કાઉન્સિલ દ્વારા સામૂહિક રીતે લેવામાં આવે છે, જેમાં કેન્દ્ર અને રાજ્યોનો સમાવેશ થાય છે.અનેક વાતો અને અટકળો પાયાવિહોણી અફવાઓને જન્મ આપે છે અને બજારોમાં અસ્થિરતા લાવી શકે છે. CBIC એ તમામ હિસ્સેદારોને આ વર્ષે 3 અને 4 સપ્ટેમ્બરના રોજ GST કાઉન્સિલની બેઠક પછી કરવામાં આવનારી સત્તાવાર જાહેરાતોની રાહ જોવાની સલાહ પણ આપી છે.