કેન્દ્રીય તપાસ સંસ્થા- CBI-એ ઇન્ટરપૉલની મદદથી મુનવ્વર ખાનને કુવૈતથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. મુનવ્વર ખાન છેતરપિંડી કેસમાં વૉન્ટેડ હતો. આંતર-રાષ્ટ્રીય પોલીસ સહકાર એકમ, વિદેશ મંત્રાલય અને કુવૈતના NCBના સહકારથી મુનવ્વર ખાનને સફળતાપૂર્વક ભારત પરત લવાયો છે. કુવૈત પોલીસના એક દળે આજે મુનવ્વર ખાનને કુવૈતથી હૈદરાબાદના રાજીવ ગાંધી આંતર-રાષ્ટ્રીય વિમાનનથક પર પહોંચાડ્યો.
મુનવ્વર ખાન કેટલાક લોકો સાથે મળીને બૅન્ક ઑફ બરોડા સાથે છેતરપિંડી કરી કુવૈત ભાગી ગયો હતો, જ્યાં તેને ભાગેડુ જાહેર કરાયો હતો.
Site Admin | સપ્ટેમ્બર 11, 2025 2:00 પી એમ(PM)
CBI-એ ઇન્ટરપૉલની મદદથી મુનવ્વર ખાનને કુવૈતથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી.
