કેન્દ્રીય તપાસ બ્યુરો -CBIએ વિદેશ અને ગૃહ મંત્રાલયની મદદથી, ભાગેડુ આરોપી અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના મુખ્ય સહયોગી લખવિંદર કુમારને અમેરિકાથી ભારત પરત લાવવામાં મોટી સફળતા મેળવી છે. ગઇકાલે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લખવીન્દરને લવાયો હતો, જ્યાં હરિયાણા પોલીસે તેની ધરપકડ કરી હતી.લખવિંદર હરિયાણામાં ખંડણી, ગેરકાયદેસર હથિયારોનો કબજો અને હત્યાનો પ્રયાસનો સહિતના ગુનાઓમાં સામેલ છે.ઉલ્લેખનિય છે કે તાજેતરના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા 130થી વધુ આરોપીઓને પરત લાવવાનું CBI એ સફળતાપૂર્વક સંકલન કર્યું છે.
Site Admin | ઓક્ટોબર 26, 2025 9:30 એ એમ (AM)
CBIએ વિદેશ અને ગૃહ મંત્રાલયની મદદથી લખવિંદર કુમારને અમેરિકાથી ભારત પરત લાવવામાં મોટી સફળતા મેળવી