રમતગમત

જાન્યુઆરી 9, 2026 9:25 એ એમ (AM)

views 83

ક્રિકેટમાં, મહિલા પ્રીમિયર લીગનો WPLનો આજથી પ્રારંભ

ક્રિકેટમાં, મહિલા પ્રીમિયર લીગ - WPL 2026 ની ચોથી સીઝન આજથી શરૂ થશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે પહેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

જાન્યુઆરી 8, 2026 7:37 પી એમ(PM)

views 6

મલેશિયા ઓપન બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની પી.વી.સિંધુનો પ્રવેશ

ભારતની પી.વી.સિંધુ મલેશિયા ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં જાપાનની ટોમોકો મિયાઝાકીને 21-8, 21-13 હરાવી મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે. સિંધુ ચોથી વખત મલેશિયા ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. આવતીકાલે ક્વાર્ટર ફાઇનલમાં સિંધુનો સામનો જાપાનની અકાને યામાગુચી અથવા ચીનની ગાઓ ફેંગ જી સામે થશે.

જાન્યુઆરી 8, 2026 7:12 પી એમ(PM)

views 8

ક્રિકેટની વિજય હઝારે ટ્રોફીમાં, આજે ગુજરાત અને બરોડાનો વિજય

ક્રિકેટની વિજય હઝારે ટ્રોફી એલિટમાં, આજે ગુજરાત સામે સૌરાષ્ટ્રનો 145 રને વિજય થયો છે. સૌરાષ્ટ્ર તરફથી મળેલા 384 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત 238 રનમાં ઓલઆઉટ થયું. સૌરાષ્ટ્ર તરફથી વિશ્વરાજ જાડેજાએ શાનદાર સદી નોંધવતા તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા. અન્ય એક મેચ બરોડાએ છત્તીસગઢને 149 રનથી હરાવ્યું. બ...

જાન્યુઆરી 8, 2026 9:14 એ એમ (AM)

views 12

ભારતે, ત્રીજી અંડર-૧૯ એક દિવસીય મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવી શ્રેણી જીતી

ભારતે, ત્રીજી અંડર-૧૯ એક દિવસીય મેચમાં દક્ષિણ આફ્રિકાને ૨૩૩ રનથી હરાવી ૩-૦થી શ્રેણી જીતી લીધી છે. બેનોનીના વિલોમૂર પાર્ક ખાતે રમાયેલી ત્રણ મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને જીત માટે ૩૯૪ રનના લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતા, દક્ષિણ આફ્રિકા ૩૫ ઓવરમાં ૧૬૦ રનમાં ઓ...

જાન્યુઆરી 7, 2026 7:50 પી એમ(PM)

views 12

રાષ્ટ્રીય રેકોર્ડ ધારક અને એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય દોડવીર જિન્સન જોહ્ન્સને નિવૃત્તિ જાહેર કરી.

રાષ્ટ્રીય રેકોર્ડ ધારક અને એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય મધ્યમ અંતરના દોડવીર જિન્સન જોહ્ન્સને આજે નિવૃત્તિની જાહેરાત કરી. 34 વર્ષીય કેરળના આ ખેલાડીનું શ્રેષ્ઠ પ્રદર્શન 2018 જકાર્તા એશિયન ગેમ્સમાં 3 મિનિટ 44.72 સેકન્ડના સમય સાથે 1500 મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક જીતવાનો હતો. તેણે તે જ ગેમ...

જાન્યુઆરી 7, 2026 6:59 પી એમ(PM)

views 7

દીવમાં ખેલો ઇન્ડિયા બીચ ગૅમ્સની બીચ સોકર સ્પર્ધામાં હિમાચલ પ્રદેશ સામે દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવનો વિજય.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગૅમ્સની બીચ સોકર રમતમાં દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવની ટીમનો વિજય થયો છે. દીવના સુંદર બીચ ઍરેના ખાતે રમાયેલી મૅચમાં ટીમે હિમાચલ પ્રદેશને 15—1થી હરાવ્યું હતું. ટીમના સુકાના જય નિતેશ હલપટ્ટીએ ભવ્ય પ્રદર્શન કર્યું હતું. દાદરા અને નગર હવેલી અને દમ...

જાન્યુઆરી 7, 2026 1:56 પી એમ(PM)

views 16

ICC એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની T20 વર્લ્ડ કપ 2026 ની મેચોને ભારતથી બીજા દેશમાં રમાડવાની અરજીને ફગાવી દીધી.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ની T20 વર્લ્ડ કપ 2026 ની મેચોને ભારતથી બીજા દેશમાં રમાડવાની અરજીને ફગાવી દીધી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષા ચિંતાઓને કારણે T20 વર્લ્ડ કપ માટે ભારત જવાનો ઇનકાર કર્યો હતો. બાંગ્લાદેશમાં હિન્દુ હત્યાકાંડ માટે અનેક સંગઠનોના વિરોધ...

જાન્યુઆરી 7, 2026 1:54 પી એમ(PM)

views 6

ભારતની અનાહત સિંહે બ્રિટિશ જુનિયર ઓપન સ્ક્વોશ ચેમ્પિયનશિપની મહિલા અંડર-19 ફાઇનલમાં રજત ચંદ્રક જીત્યો.

ભારતની અનાહત સિંહે બ્રિટિશ જુનિયર ઓપન સ્ક્વોશ ચેમ્પિયનશિપની મહિલા અંડર-19 ફાઇનલમાં રજત ચંદ્રક જીત્યો. ઇંગ્લેન્ડની બર્મિંગહામ યુનિવર્સિટીમાં ફાઇનલમાં ટોચની ક્રમાંકિત અનાહત ફ્રાન્સની લોરેન્ટ બાલ્ટાયન સામે હારી ગઈ હતી. અનાહત સિંહે ગઈકાલે સેમિફાઇનલમાં ઇજિપ્તની મલિકા અલ કરાક્સીને હરાવી હતી.

જાન્યુઆરી 7, 2026 9:31 એ એમ (AM)

views 11

ભારતની અનાહત સિંહ બ્રિટિશ જુનિયર ઓપન સ્ક્વોશ ચેમ્પિયનશિપની ફાઇનલમાં

ભારતની અનાહત સિંહ બ્રિટિશ જુનિયર ઓપન સ્ક્વોશ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે.તેણે બર્મિંગહામમાં મહિલા અંડર-૧૯ સેમિફાઇનલમાં ઇજિપ્તની ખેલાડીને 11-8, 11-7, 11-9થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફાઇનલમાં તેનો સામનો ફ્રાન્સની લોરેન્ટ બાલ્ટેઇન સામે થશે.

જાન્યુઆરી 7, 2026 8:00 એ એમ (AM)

views 9

પુરુષ U-19 ક્રિકેટની ત્રીજી એક દિવસીય મેચમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે

પુરુષ U-19 ક્રિકેટની ત્રીજી એક દિવસીય મેચમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ બેનોનીના વિલમોર પાર્ક સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે દોઢ વાગ્યે શરૂ થશે. આ એક દિવસીય શ્રેણીમાં ભારતે ૨-૦થી સરસાઈ મેળવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.