રમતગમત

જૂન 30, 2025 7:19 પી એમ(PM) જૂન 30, 2025 7:19 પી એમ(PM)

views 3

ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2025માં રાજકોટના દેવ ભટ્ટે બે સંવર્ગમાં ખિતાબ જીતીને બેવડી સિદ્ધિ હાંસલ કરી

બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2025માં રાજકોટના દેવ ભટ્ટે અંડર-15 અને અંડર-13 એમ બે સંવર્ગમાં ખિતાબ જીતીને બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી. કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં અંડર-15માં 11 વર્ષના દેવ ભટ્ટે અમદાવાદના દ્વિજ ભાલોડિયાને ફાઇનલમાં 3-1થી હરાવીને ખિતાબ પોતાના નામે ક...

જૂન 30, 2025 1:49 પી એમ(PM) જૂન 30, 2025 1:49 પી એમ(PM)

views 5

લંડનમાં આજથી વિમ્બલડન ટૅનિસ ટૂર્નામૅન્ટનો પ્રારંભ થશે

લંડનના ઑલ ઇંગ્લૅન્ડ ક્લબમાં આજથી વિમ્બલડન ટૅનિસ ટૂર્નામૅન્ટ 2025 શરૂ થશે. આગામી 13 જુલાઈએ પુરુષ સિંગલ ફાઈનલની સાથે આ સ્પર્ધાનું સમાપન થશે. બે વખતની વર્તમાન ચૅમ્પિયન કાર્લોસ અલ્કારાઝ, વિશ્વના પ્રથમ ક્રમાંકના જૅનિક સિનર અને 24 વખત ગ્રાન્ડ સ્લેમ જીતનારા નોવાક જોકોવિચ સિવાય અન્ય ખેલાડી ખિતાબ માટે રમશે. ...

જૂન 30, 2025 7:51 એ એમ (AM) જૂન 30, 2025 7:51 એ એમ (AM)

views 3

બેડમિન્ટનમાં,આયુષ શેટ્ટીએ યુએસ ઓપન 2025 જીતીને ઇતિહાસ રચ્યો

બેડમિન્ટનમાં, 20 વર્ષીય આયુષ શેટ્ટીએ યુએસ ઓપન 2025 જીતીને ઇતિહાસ રચ્યો હતો. આયુષે ફાઇનલમાં કેનેડાના બ્રાયન યાંગ સામે કમાન્ડિંગ 21-18,21-13 જીત હાંસલ કરી. આત્મવિશ્વાસ અને ચોકસાઇ સાથે રમતા, શેટ્ટીએ રમતમાં પ્રભુત્વ જમાવ્યું હતું અને શરૂઆતથી જ કેનેડિયન શટલરને બેકફૂટ પર રાખ્યો હતો. આ ખિતાબ સાથે, શેટ્ટીએ ...

જૂન 29, 2025 1:13 પી એમ(PM) જૂન 29, 2025 1:13 પી એમ(PM)

views 3

US ઓપન બેડમિન્ટનમાં ફાઇનલમાં પહોંચેલા ભારતના આયુષ શેટ્ટી અને તન્વી શર્માનો આજે પોતપોતાની મેચમાં મુકાબલો.

યુએસ ઓપન 2025 બેડમિન્ટનમાં, ભારતના આયુષ શેટ્ટી અને તન્વી શર્મા પુરુષ અને મહિલા સિંગલ્સ ફાઇનલમાં પહોંચ્યા હતા.ગઇકાલે રાત્રે યુએસએના આયોવાના કાઉન્સિલ બ્લફ્સમાં મિડ-અમેરિકા સેન્ટર ખાતે રમાયેલી મેચમાં યુક્રેનની સાતમી ક્રમાંકિત બુહરોવા સામે 21-14,21-16 જીત સાથે તન્વીએ મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્ય...

જૂન 29, 2025 9:21 એ એમ (AM) જૂન 29, 2025 9:21 એ એમ (AM)

views 3

અમદાવાદના ધૈર્ય પરમારે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો

અમદાવાદના ધૈર્ય પરમારએ ટોચના ક્રમના અને પોતાના શહેરના ચિત્રાક્ષ ભટ્ટને 4-2 થી હરાવીને દીનદયાળ પોર્ટ ઓથોરિટી 2જી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025માં પુરુષોના ખિતાબ જીત્યો છે.મહિલાઓની ફાઇનલમાં, અમદાવાદની ઔઇશિકી જોઅરદારે ગાંધીનગરની રાધાપ્રિયા ગોયલને ૪-૧થી હરાવીને આ સીઝનનો પોતાનુ પહેલુ ...

જૂન 29, 2025 8:44 એ એમ (AM) જૂન 29, 2025 8:44 એ એમ (AM)

views 2

મહિલા હોકીમાં ચીને બર્લિનમાં ભારત સામે જીત મેળવી

મહિલા હોકીમાં, એફઆઈએચ પ્રો લીગમાં ગઈ કાલે ચીને બર્લિનમાં ભારત સામે 3-0 થી જીત મેળવી હતી. આ સાથે ભારત સ્પર્ધામાંથી નીકળી જવાની અણી પર આવી ગયું છે.ટેબલમાં નવમા ક્રમે રહેલાં ભારતની આશા અન્ય મેચોનાં પરિણામ પર અને આજે ફરી એક વાર ચીન સામે રમાનારી મેચ પર છે.

જૂન 29, 2025 8:12 એ એમ (AM) જૂન 29, 2025 8:12 એ એમ (AM)

views 2

મહિલા ક્રિકેટમાં, ભારતે ટ્રેન્ટ બ્રિજ ખાતે પાંચ મેચની શ્રેણીની પ્રથમ ટી-20 મેચમાં ઇંગ્લેન્ડને 97 રનથી હરાવ્યું

મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈકાલે રાત્રે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે પાંચ મેચની શ્રેણીની પ્રથમ ટી-20 મેચમાં ઇંગ્લેન્ડને 97 રનથી હરાવ્યું હતું. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 210 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 62 બોલમાં 112 રન બનાવી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી નોંધાવી હતી.હ...

જૂન 28, 2025 1:59 પી એમ(PM) જૂન 28, 2025 1:59 પી એમ(PM)

views 3

ભારતીય ખેલાડીઓ આયુષ શેટ્ટી અને તન્વી શર્મા યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની સેમિફાઇનલમાં પહોંચ્યા

ભારતીય ખેલાડીઓ આયુષ શેટ્ટી અને તન્વી શર્મા યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. આજે અમેરિકાના આયોવામાં યોજાયેલી મહિલા સિંગલ્સ ક્વાર્ટર-ફાઇનલ મેચમાં તન્વીએ મલેશિયાની લેત્શાના કરુપથેવનને 21-13, 21-16 થી હાર આપી હતી. પુરુષોની સિંગલ્સ ક્વાર્ટર-ફાઇનલમાં આયુષે ચાઇનીઝ તાઇપેઈની કુઓ કુઆન ...

જૂન 28, 2025 8:39 એ એમ (AM) જૂન 28, 2025 8:39 એ એમ (AM)

views 1

ભારતીય ટીમ એશિયન સ્નૂકર ટીમ ચેમ્પિયનશિપની સેમિફાઇનલ પહોંચી

ભારતીય ટીમે એશિયન સ્નૂકર ટીમ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે કોલંબોમાં યોજાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ભારતે કતારને 3-0થી હરાવ્યું. પંકજ અડવાણીએ ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન અલી અલ ઓબેદલીને હરાવ્યો. અન્ય એક સિંગલ્સમાં આદિત્ય મહેતાએ બશર અબ્દુલ મજીદને હરાવ્યો. ડબલ્સમાં અડવાણી અને બ્રિજેશે અલ ...

જૂન 28, 2025 8:26 એ એમ (AM) જૂન 28, 2025 8:26 એ એમ (AM)

views 3

ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પહેલી મેચ આજે બ્રિટનમાં રમાશે

ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પહેલી મેચ આજે બ્રિટનના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાત વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ એક દિવસીય ત્રિકોણીય શ્રેણીમાં પોતાના શાનદાર પ્રદર્શન બાદ આત્મવિશ્વાસથી ભરેલી છે. બીજી તરફ, ઇંગ્લેન્ડે તાજેતરમાં વેસ્ટ ઇન્ડી...