રમતગમત

સપ્ટેમ્બર 8, 2025 7:45 પી એમ(PM) સપ્ટેમ્બર 8, 2025 7:45 પી એમ(PM)

views 5

મહિલા એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ભારત સુપર-ફોર તબક્કામાં પહોંચ્યુ.

મહિલા એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ભારત સુપર-ફોર તબક્કામાં પહોંચી ગયું છે. નવનીત કૌર અને મુમતાઝ ખાનની હેટ્રિકની મદદથી ભારતે આજે ચીનમાં પૂલ મેચમાં સિંગાપોરને ૧૨-૦થી હરાવ્યું. સુપર ફોરની ટોચની બે ટીમો ૧૪મી સપ્ટેમ્બરે ફાઇનલ રમશે.

સપ્ટેમ્બર 7, 2025 7:36 પી એમ(PM) સપ્ટેમ્બર 7, 2025 7:36 પી એમ(PM)

views 4

ભારતીય ત્રિપુટીએ વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં કમ્પાઉન્ડ પુરુષ ટીમ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

અમન સૈની, ઋષભ યાદવ અને પ્રથમેશ ભાલચંદ્ર ફુગેની ત્રિપુટીએ વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં કમ્પાઉન્ડ પુરુષ ટીમ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો. જ્યોતિ સુરેખા વેન્નમ અને ઋષભ યાદવે કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો.

સપ્ટેમ્બર 7, 2025 8:29 એ એમ (AM) સપ્ટેમ્બર 7, 2025 8:29 એ એમ (AM)

views 5

એશિયા કપ પુરુષ હોકી ચેમ્પિયનશિપમાં આજે ફાઇનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે

એશિયા કપ પુરુષ હોકી ચેમ્પિયનશિપના આજે ફાઇનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે. બિહારના રાજગીરમાં આ મેચ સાંજે સાડા સાત વાગ્યે રમાશે.ભારતીય ટીમે ગઈકાલે તેની છેલ્લી સુપર-ફોર મેચમાં ચીનને 7-0થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ શાનદાર જીત સાથે, ભારત સુપર-ફોરમાં ટોચ પર રહ્યું. દક્ષિણ કોરિયા પણ મ...

સપ્ટેમ્બર 6, 2025 7:51 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2025 7:51 પી એમ(PM)

views 4

સુરતમાં છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં કચ્છ અને સુરતના ખેલાડીઓનો વિજય

છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ધ્રુવ બાંભણીયા અને વિન્સી તન્ના 13 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં વિજેતા થયા છે. સુરતમાં યોજાયેલી સ્પર્ધામાં કચ્છના ધ્રુવ બાંભણીયાએ બે રમતની સરસાઈ હાંસલ કરી, પરંતુ બીજા ક્રમના અંશ ખમારે વળતી લડત આપીને આગામી બે રમત જીતીને સ્કોર સરભર કર્યો. જોકે ધ્રુવે અંતિ...

સપ્ટેમ્બર 6, 2025 8:47 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2025 8:47 એ એમ (AM)

views 12

વડનગરમાં રમાઇ રહેલી સબ જુનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે મહેસાણા અને બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા અને છોટાઉદેપુર વચ્ચે મેચ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ એસોશિયેસન દ્વારા આયોજિત સબ જુનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં આજે મહેસાણા અને બનાસકાંઠા વચ્ચે, દેવભૂમિ દ્વારીકા અને અને છોટાઉદેપુર વચ્ચે મેચ રમાશે. જ્યારે ગઇકાલે રમાયેલ મેચમાં કચ્છની ટીમે મહેસાણાની ટીમને 11-0 થી અને વડોદરાની ટીમે દેવભૂમિ દ્વારીકાને 16-0થી પરાજય આપ્યો ...

સપ્ટેમ્બર 6, 2025 8:09 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2025 8:09 એ એમ (AM)

views 5

વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપનો આજથી દક્ષિણ કોરિયાના ગ્વાંગજુમાં આરંભ

વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપનો આજથી દક્ષિણ કોરિયાના ગ્વાંગજુમાં આરંભ થઈ રહ્યો છે. ભારતની 12 સભ્યોની ટીમ તેમાં ભાગ લઈ રહી છે. ભારતે અંતિમ વાર આ સ્પર્ધામાં ત્રણ સુવર્ણ અને એક કાંસ્ય ચંદ્રક સાથે સ્પર્ધામાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને તે જ સફળતાને પુનરાવર્તિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.ભારતે રિકર્વ તીરં...

સપ્ટેમ્બર 5, 2025 7:47 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2025 7:47 પી એમ(PM)

views 4

મહિલા એશિયા કપ સ્પર્ધામાં ભારતે થાઇલેન્ડને 11-0 થી હરાવીને શાનદાર શરૂઆત કરી

ભારતીય મહિલા હોકી ટીમે આજે મહિલા એશિયા કપ સ્પર્ધામાં થાઇલેન્ડને 11-0 થી હરાવીને પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી. ભારત તરફથી ઉદિતા દુહાન અને બ્યુટી ડુંગ ડુંગે બે-બે ગોલ કર્યા. જ્યારે મુમતાઝ ખાન, સંગીતા કુમારી, નવનીત કૌર, લાલરેમસિયામી, થૌડમ સુમન દેવી, શર્મિલા દેવી અને રૂતાજા દાદાસો પિસાલે એક-એક ગોલ ક...

સપ્ટેમ્બર 5, 2025 2:11 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2025 2:11 પી એમ(PM)

views 5

ગ્રાન્ડ સ્વિસ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓની શાનદાર શરૂઆત

ઉઝબેકિસ્તાનમાં ગ્રાન્ડ સ્વિસ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર શરૂઆત કરી છે. ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિદિત ગુજરાતીએ પહેલા રાઉન્ડમાં જર્મનીના એલેક્ઝાન્ડર ડોન્ચેન્કોને હરાવ્યા હતા. ભારતીય ગ્રાન્ડ માસ્ટરએ ફ્રાન્સના એટીએન બેક્રોટને હરાવ્યા હતા. ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંધ અને અમેરિકાના ગ્રાન્ડ માસ્ટ...

સપ્ટેમ્બર 5, 2025 8:32 એ એમ (AM) સપ્ટેમ્બર 5, 2025 8:32 એ એમ (AM)

views 4

હોકીમાં,ભારતે એશિયા કપ ચેમ્પિયનશિપના મલેશિયા પર 4-1થી જીત મેળવી-ભારત,આવતીકાલે ચીન સામે રમશે

હોકીમાં,ભારતે એશિયા કપ ચેમ્પિયનશિપના સુપર ફોર સ્ટેજ મેચમાં મલેશિયા પર 4-1થી જીત મેળવી. ભારત આવતીકાલે સુપર 4 પૂલ સ્ટેજમાં ચીન સામે રમશે.મનપ્રીત સિંહ, સુખજીત સિંહ, શિલાનંદ લાકરા અને વિવેક સાગર પ્રસાદે એક-એક ગોલ કર્યો. સુકાની હરમનપ્રીત સિંહે ટીમના પ્રદર્શન પર સંતોષ વ્યક્ત કર્યો.આ જીત સાથે, ભારત હવે ચાર...

સપ્ટેમ્બર 4, 2025 7:39 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2025 7:39 પી એમ(PM)

views 5

વિશ્વ બોક્સિંગ સ્પર્ધા આજથી ઇંગ્લેન્ડના લિવરપૂલમાં શરૂ થશે

વિશ્વ બોક્સિંગ સ્પર્ધા આજથી ઇંગ્લેન્ડના લિવરપૂલમાં શરૂ થઈ રહી છે. ભારતે આએ સ્પર્ધામાં 20 સભ્યોની મજબૂત ટીમ ઉતારી છે. બે વખતની વિશ્વ વિજેતા નિખત ઝરીન અને ટોક્યો ઓલિમ્પિક કાંસ્ય ચંદ્રક વિજેતા લોવલીના બોર્ગોહેન અને બે વખતની એશિયન વિજેતા પૂજા રાનીજેવી અનુભવી ખેલાડીઓ મહિલા ટીમમાં છે.