રમતગમત

ડિસેમ્બર 16, 2025 9:27 એ એમ (AM)

views 16

અંડર-૧૯ એશિયા કપ ક્રિકેટમાં આજે ભારત મલેશિયા સામે ટકરાશે

અંડર-૧૯ એશિયા કપ ક્રિકેટમાં, ભારત આજે દુબઈના સેવન્સ સ્ટેડિયમ ખાતે પોતાના ત્રીજા ગ્રુપ-સ્ટેજ મેચમાં મલેશિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે ૧૦:૩૦ વાગ્યે શરૂ થશે.રવિવારે દુબઈમાં બીજી મેચમાં પાકિસ્તાનને ૯૦ રનથી હરાવનાર ભારત પોતાનો વિજય ક્રમ યથાવત રાખવાનો પ્રયાસ કરશે.

ડિસેમ્બર 16, 2025 9:17 એ એમ (AM)

views 8

રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં મનુ ભાકર અને સિમરનપ્રીત કૌરએ સુવર્ણ ચંદ્રક જીત્યા

નવી દિલ્હીમાં ખાતે યોજાયેલી 68મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધાઓમાં મનુ ભાકર અને સિમરનપ્રીત કૌરએ સુવર્ણ ચંદ્રક જીત્યા.મનુ ભાકર સિનિયર મહિલા 25 મીટર સ્પોર્ટ્સ પિસ્તોલ ઇવેન્ટમાં વિજેતા બની હતી, જયારે સિમરનપ્રીત કૌર જુનિયર મહિલા 25 મીટર સ્પોર્ટ્સ પિસ્તોલ ઇવેન્ટમાં જીત મેળવી.મનુએ ફાઇનલમાં 36 પોઇન્...

ડિસેમ્બર 15, 2025 2:31 પી એમ(PM)

views 15

ભારતીય સ્ક્વોશ ટીમને સ્ક્વોશ વર્લ્ડ કપ માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચવા બદલ દેશભરમાંથી અભિનંદનની વર્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય સ્ક્વોશ ટીમને SDAT સ્ક્વોશ વર્લ્ડ કપ 2025 માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચવા બદલ અભિનંદન આપ્યા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ જોશના ચિનપ્પા, અભય સિંહ, વેલાવન સેન્થિલ કુમાર અને અનાહત સિંહના અસાધારણ પ્રદર્શનની પ્રશંસા કરી, નોંધ્યું કે તેમના સમર્પણ...

ડિસેમ્બર 15, 2025 7:52 એ એમ (AM)

views 10

ભારતે પાંચ મેચની ટી૨૦ શ્રેણીની ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત વિકેટથી હરાવ્યું

ભારતે પાંચ મેચની ટી૨૦ શ્રેણીની ત્રીજી મેચમાં ગઇકાલે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટથી હરાવ્યું. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાના ૧૧૮ રનના લક્ષ્યાંકના જવાબમાં, ભારતે ૧૫ ઓવર અને પાંચ બોલમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૨૦ રન બનાવ્યા. અભિષેક શર્માએ સૌથી વધુ ૩...

ડિસેમ્બર 14, 2025 7:41 પી એમ(PM)

views 10

ભારતે હોંગકોંગને હરાવીને પ્રથમ વખત સ્ક્વોશ વર્લ્ડકપ જીત્યો.

સ્ક્વોશમાં, ભારતે ટોચના ક્રમાંકિત હોંગકોંગને હરાવીને પ્રથમ વખત સ્ક્વોશ વર્લ્ડ કપ જીત્યો. આજે ચેન્નાઈમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે હોંગકોંગને 3-0થી હરાવ્યું. જોશ્ના ચિનપ્પાએ વિશ્વ ક્રમાંકિત 37 લી કા યીને 3-1થી હરાવીને ભારતને વિજયી શરૂઆત અપાવી, જ્યારે વિશ્વ ક્રમાંકિત 29માં ક્રમાંકિત ભારતના ટોચના ક્રમ...

ડિસેમ્બર 14, 2025 1:52 પી એમ(PM)

views 11

ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઇમાં રમાઇ રહેલી એશિયા કપ અંડર -19 ક્રિકેટ મેચમાં ભારતનો પહેલો દાવ.

દુબઈના આઈસીસી એકેડેમી ગ્રાઉન્ડ ખાતે અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૫ ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. અગાઉ, પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો હતો અને મેચ ૪૯ ઓવરની કરવામાં આવી હતી.

ડિસેમ્બર 14, 2025 9:23 એ એમ (AM)

views 27

ધર્મશાળામાં આજે ભારત- અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટી- 20 મેચનો મુકાબલો

ક્રિકેટમાં ભારત આજે સાંજે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે શ્રેણીની ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. 5 મેચની શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે. શ્રેણીની ચોથી મેચ બુધવારે લખનઉમાં રમાશે, જ્યારે અંતિમ મેચ શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ...

ડિસેમ્બર 14, 2025 9:10 એ એમ (AM)

views 9

અંડર-૧૯ એશિયા કપમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે

એશિયન ક્રિકેટ કાઉન્સિલ અંડર-૧૯ એશિયા કપમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. દુબઈમાં આ મેચ ભારતીય સમય મુજબ સવારે સાડા દશ વાગ્યે શરૂ થશે. શુક્રવારે ભારતે યજમાન સંયુક્ત આરબ અમીરાતને 234 રનના વિશાળ સ્કોરથી હરાવ્યું. ટુર્નામેન્ટમાં કુલ આઠ એશિયન ટીમો છે. ફાઇનલ ૨૧ ડિસેમ્બરે રમાશે.

ડિસેમ્બર 14, 2025 9:03 એ એમ (AM)

views 8

વિશ્વ સ્ક્વોશ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આજે ચેન્નાઈમાં ભારતનો મુકાબલો હોંગકોંગ સામે થશે

વિશ્વ સ્ક્વોશ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આજે ચેન્નાઈમાં ભારતનો મુકાબલો હોંગકોંગ સામે થશે. ગઈકાલે રાત્રે સેમિફાઇનલમાં ભારતે ઇજિપ્તને 3-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતના વેલાવન સેન્થિલ કુમારે ઇજિપ્તના ઇબ્રાહિમ એલ્કાબાનીને હરાવ્યો હતો જ્યારે અનાહત સિંહે ઇજિપ્તના નૂર હેઇકલ ગેરોસને હરાવ્યો હતો. અ...

ડિસેમ્બર 13, 2025 7:50 પી એમ(PM)

views 9

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે કુસ્તીમાં પાછા ફરવાની જાહેરાત કરી છે.

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે કુસ્તીમાં પાછા ફરવાની જાહેરાત કરી છે. તેણીએ ગુરુવારે સોશિયલ મીડિયા સંદેશ દ્વારા પોતાની વાપસીની જાહેરાત કરી. તેઓ ચોથી વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેશે. સુશ્રી ફોગાટે કહ્યું કે તેણીએ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.