રમતગમત

જુલાઇ 14, 2024 2:14 પી એમ(PM) જુલાઇ 14, 2024 2:14 પી એમ(PM)

views 32

વિમ્બલ્ડન ટેનિસની મેન્સ સિંગલની ફાઇનલ આજે વિશ્વના બીજા નંબરના ખેલાડી નોવાક જોકોવિચ અને ગત ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ વચ્ચે રમાશે

વિમ્બલ્ડન ટેનિસની મેન્સ સિંગલની ફાઇનલ આજે વિશ્વના બીજા નંબરના ખેલાડી નોવાક જોકોવિચ અને ગત ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ વચ્ચે રમાશે. વિમ્બલ્ડનની ફાઇનલમાં અલ્કારાઝનો આ બીજો મૂકાબલો છે. જ્યારે નોવાક જોકોવિચ સાત વખતનો ચેમ્પિયન છે. સર્બિયાનો ઓલ ટાઈમ ગ્રેટ નોવાક જોકોવિચ, રોજર ફેડરરના આઠ વિમ્બલ્ડન મેન્સ સિંગલ...

જુલાઇ 14, 2024 2:10 પી એમ(PM) જુલાઇ 14, 2024 2:10 પી એમ(PM)

views 16

યુવરાજ સિંહની આગેવાની હેઠળની ભારત ચેમ્પિયન્સે બર્મિંધમમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું

યુવરાજ સિંહની આગેવાની હેઠળની ભારત ચેમ્પિયન્સે બર્મિંધમમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. ભારતે આ ટૂર્નામેન્ટનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને, પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 156 રન બનાવ્યા હતા...

જુલાઇ 13, 2024 8:13 પી એમ(PM) જુલાઇ 13, 2024 8:13 પી એમ(PM)

views 48

ભારત- ઝિમ્બાબ્વે વચ્ચેની ચોથી T20 મેચમાં ભારતનો દસ વિકેટે વિજય

પુરૂષોની ક્રિકેટમાં, ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની શ્રેણીની ચોથી T20 મેચમાં ભારતે વિના વિકેટે જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતાં ઝિમ્બાબ્વેએ રઝાના 46 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 152 રન બનાવ્યા હતા, જ્યારે ભારત તરફથી ખલીલ અહેમદે 2 વિકેટ લીધી હતી. બીજી બેટિંગ કરતાં ભારતે 153 રનનું ...

જુલાઇ 13, 2024 3:02 પી એમ(PM) જુલાઇ 13, 2024 3:02 પી એમ(PM)

views 36

વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં આજે જાસ્મીન પાઓલિનીનો સામનો બાર્બોરા ક્રાઇઝિકોવા સામે થશે

વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં આજે જાસ્મીન પાઓલિનીનો સામનો બાર્બોરા ક્રાઇઝિકોવા સામે થશે. મેચ લંડનમાં રમાશે, ભારતીય સમય મુજબ સાંજે સાડા છ વાગ્યે શરૂ થશે. ચેક રિપબ્લિકની ક્રાઇઝિકોવાએ કઝાકિસ્તાનની એલેના રાયબાકીનાને સેમિફાઇનલમાં પરાજય આપ્યો હતો. આ સાથે જ ઈટાલીની પાઓલિનીએ ક્રોએશિ...

જુલાઇ 13, 2024 3:09 પી એમ(PM) જુલાઇ 13, 2024 3:09 પી એમ(PM)

views 24

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચોથી T-20 ક્રિકેટ મેચ આજે હરારેમાં રમાશે

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચોથી T-20 ક્રિકેટ મેચ આજે હરારેમાં રમાશે. પાંચ મેચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. શુભમન ગીલના નેતૃત્વમાં પ્રથમ મેચમાં ભારતને ઝિમ્બાબ્વે સામે 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારતે બે મેચ જીતીને શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી હતી. બીજી મેચમાં ભારતે યજમાન ટીમને ...

જુલાઇ 11, 2024 5:14 પી એમ(PM) જુલાઇ 11, 2024 5:14 પી એમ(PM)

views 32

વડોદરામાં આજથી 14મી જુલાઈ સુધી ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ

વડોદરામાં આજથી 14મી જુલાઈ સુધી ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થશે. સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાનારી આ સ્પર્ધામાં સ્થાનિક ખેલાડી અને પુરૂષ શ્રેણીમાં બીજો ક્રમાંક ધરાવતાં પ્રથમ માદલાણી પણ રમશે.. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી યોજાઈ રહી છે...

જુલાઇ 9, 2024 4:10 પી એમ(PM) જુલાઇ 9, 2024 4:10 પી એમ(PM)

views 20

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં શ્રેણીની અંતિમ T-20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં શ્રેણીની ત્રીજી અને અંતિમ T-20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. દક્ષિણ આફ્રિકા પ્રથમ મેચ 12 રને જીત્યા બાદ શ્રેણીમાં 1-0થી આગળ છે. જ્યારે બીજી મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. હરમનપ્રીત કૌરના નેતૃત...

જુલાઇ 9, 2024 4:04 પી એમ(PM) જુલાઇ 9, 2024 4:04 પી એમ(PM)

views 9

ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ગગન નારંગને પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય દળના શેફ-ડી-મિશન તરીકે નિયુક્ત કર્યા

ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ચાર વખતના ઓલિમ્પિયન અને 2012 ઓલિમ્પિક ગેમ્સમાં પુરુષોની 10 મીટર એર રાઈફલમાં કાંસ્ય ચંદ્રક વિજેતા ગગન નારંગને 26 જુલાઈથી શરૂ થનારી 2024 પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય દળના શેફ-ડી-મિશન તરીકે નિયુક્ત કર્યા છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ ડૉ.પી.ટી. ઉષાએ આજે કહ્યું હતું કે...

જુલાઇ 5, 2024 10:08 એ એમ (AM) જુલાઇ 5, 2024 10:08 એ એમ (AM)

views 13

પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય એથ્લેટિક્સ ટીમની જાહેરાત કરવામાં આવી

પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય એથ્લેટિક્સ ટીમની જાહેરાત કરવામાં આવી છે. કિરણ પહલને 4 બાય 400 મીટર રિલે ટીમમાં આશ્ચર્યજનક રીતે બાકાત રાખવામાં આવ્યા છે. ગઇકાલે ભારતીય એથ્લેટિક્સ ફેડરેશને રિલે ટીમની 28 સભ્યોની જાહેરાત કરી હતી, જેમાં ભાલા ફેંકમાં પ્રથમ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપડા, એશિયન રમતોત્સવના ચેમ્પિયન...

જુલાઇ 5, 2024 10:07 એ એમ (AM) જુલાઇ 5, 2024 10:07 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક માટે પેરિસ જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી હ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક માટે પેરિસ જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું, તેમને વિશ્વાસ છે કે, એથ્લેટ્સ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ભારતને ગૌરવ અપાવશે. તેમણે કહ્યું કે, 140 કરોડ ભારતીયો તેમની સફળતા માટે આશા રાખી રહ્યાં છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.