રમતગમત

ઓક્ટોબર 19, 2025 7:58 પી એમ(PM) ઓક્ટોબર 19, 2025 7:58 પી એમ(PM)

views 21

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાયેલી પહેલી એકદિવસીય મેચમાં ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટથી વિજય મેળવ્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાયેલી ત્રણ મેચની એક દિવસીય મેચ શ્રેણીની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ડકવર્થ-લુઈસ પદ્ધતિથી સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. વરસાદને કારણે મેચ ૨૬-૨૬ ઓવરની કરવામાં આવી હતી અને ઓસ્ટ્રેલિયાને ડકવર્થ-લુઈસ પદ્ધતિથી જીતવા માટે ૧૩૧ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ...

ઓક્ટોબર 19, 2025 9:16 એ એમ (AM) ઓક્ટોબર 19, 2025 9:16 એ એમ (AM)

views 9

ગાંધીધામમાં યોજાયેલી ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં વડોદરાના પ્રથમ માદલાણી, અમદાવાદની પ્રથા પવાર અને સુરતના વિવાન દવેનો દબદબો

ગાંધીધામમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં પુરૂષ વિભાગમાં પ્રથમ માદલાણીએ ચેમ્પિયન બન્યો હતો. જ્યારે અમદાવાદની પ્રથા પવારે મહિલા અંડર-19 અને અંડર-17માં ત્રણ ટાઇટલ જીતીને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત સુરતના વિવાન દવેએ અંડર-19 અને અંડર-15માં ટાઇટલ જીત્...

ઓક્ટોબર 19, 2025 8:28 એ એમ (AM) ઓક્ટોબર 19, 2025 8:28 એ એમ (AM)

views 79

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે ઈન્દોરમાં યજમાન ભારત ઇંગ્લેન્ડ સામે ટકરાશે

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે ઈન્દોરમાં યજમાન ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. ભારતીય સમય મુજબ આ મેચ બપોરે ત્રણ વાગ્યે રમાશે.હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ સતત બે હાર બાદ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને સરકી ગઈ છે. ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે.દરમિયાન ગઈકાલે કોલંબોમાં ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન...

ઓક્ટોબર 19, 2025 8:08 એ એમ (AM) ઓક્ટોબર 19, 2025 8:08 એ એમ (AM)

views 37

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય શ્રેણીની પહેલી મેચ આજે પર્થમાં રમાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય શ્રેણીની પહેલી મેચ આજે પર્થમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે નવ વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમનું નેતૃત્વ શુભમન ગિલ કરી રહ્યો છે જેને રોહિત શર્માના સ્થાને કેપ્ટન તરીકે નિયુક્ત કરાયો છે. સિનિયર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા છે. ...

ઓક્ટોબર 18, 2025 8:06 પી એમ(PM) ઓક્ટોબર 18, 2025 8:06 પી એમ(PM)

views 30

સ્ટાર બેડમિન્ટન ખેલાડી તન્વી શર્મા ગુવાહાટીમાં BWF વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપના મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ગઈ

સ્ટાર બેડમિન્ટન ખેલાડી તન્વી શર્મા ગુવાહાટીમાં BWF વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપના મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આજની સેમિફાઇનલમાં, તન્વીએ ચીનની લિયુ શી-યાને સીધી ગેમમાં હરાવી. આવતીકાલે ફાઇનલમાં તન્વીનો મુકાબલો થાઇલેન્ડની અન્યાપટ ફિચિટફોન સામે થશે

ઓક્ટોબર 18, 2025 7:59 પી એમ(PM) ઓક્ટોબર 18, 2025 7:59 પી એમ(PM)

views 30

ભાવનગરનાં ખેલાડી મનાલિ પરમારની બહેરીનમાં યોજાનારી યુથ ઍશિયન ગૅમ્સ માટે પસંદગી થઈ

ભાવનગરનાં ખેલાડી મનાલિ પરમારની બહેરીનમાં યોજાનારી યુથ ઍશિયન ગૅમ્સ માટે પસંદગી થઈ છે. મધ્ય-પૂર્વના દેશ બહેરીન ખાતે આગામી 22થી 30 તારીખ સુધી ત્રીજી યુથ ઍશિયન ગૅમ્સ યોજાશે. તેમાં ભારતની હૅન્ડબૉલ ટીમમાં ભાવનગરનાં પાલિતાણાની મનાલી પરમારની પસંદગી થઈ છે. ગુજરાત રમતગમત સત્તામંડળ – SAG-એ સોશિયલ મીડિયા સંદેશમ...

ઓક્ટોબર 18, 2025 9:10 એ એમ (AM) ઓક્ટોબર 18, 2025 9:10 એ એમ (AM)

views 32

ભારતના સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ડેનમાર્ક ઓપન બેડમિન્ટન પૂરૂષ ડબલ્સની સેમિફાઇનલમાં

ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ડેનમાર્ક ઓપન બેડમિન્ટન પૂરૂષ ડબલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. ભારતીય જોડીએ ગઈકાલે રાત્રે ઓડેન્સમાં ક્વાર્ટર-ફાઇનલ મેચમાં મુહમ્મદ રિયાન આર્ડિયાન્ટો અને રહેમત હિદાયતની બિનક્રમાંકિત ઇન્ડોનેશિયન જોડીને 21-15, 18-21, 21-16 થી હરાવી હતી. આ જોડી આજે સેમિફ...

ઓક્ટોબર 17, 2025 7:53 પી એમ(PM) ઓક્ટોબર 17, 2025 7:53 પી એમ(PM)

views 12

બેડમિન્ટનમાં, ટોચની ક્રમાંકિત તન્વી શર્મા ગુવાહાટીમાં BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપના મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચી

બેડમિન્ટનમાં, ટોચની ક્રમાંકિત તન્વી શર્મા ગુવાહાટીમાં BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપના મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે, જેનાથી ભારત માટે જીત સુનિશ્ચિત થઈ છે. તન્વી શર્માએ આજે ગુવાહાટીમાં જાપાનની સાકી માત્સુમોટોને કઠિન ક્વાર્ટર ફાઇનલમાં 13-15, 15-9, 15-10 થી હરાવી.

ઓક્ટોબર 17, 2025 7:24 પી એમ(PM) ઓક્ટોબર 17, 2025 7:24 પી એમ(PM)

views 15

નડિયાદનાં ખેલાડી કાજલ વાજાએ ઓડિશામાં યોજાયેલી જૂનિયર નૅશનલ ઍથ્લેટિક્સ સ્પર્ધામાં બે ચંદ્રક જીત્યા

ખેડાના નડિયાદનાં ખેલાડી કાજલ વાજાએ જૂનિયર નૅશનલ ઍથ્લેટિક્સ સ્પર્ધામાં બે ચંદ્રક જીત્યા છે. ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી સ્પર્ધામાં આ ખેલાડીએ 100 મીટર દોડમાં રજત અને 200 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગુજરાત રમતગમત સત્તામંડળે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા નડિયાદ અકાદમીનાં ખેલાડી કાજલ વ...

ઓક્ટોબર 17, 2025 3:17 પી એમ(PM) ઓક્ટોબર 17, 2025 3:17 પી એમ(PM)

views 98

ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો

ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. આ મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે. હવામાન અહેવાલો અનુસાર, હળવા વરસાદના કારણે રમતમાં વિક્ષેપ પડી શકે છે. દરમિયાન, ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે વિશાખાપટ્ટનમમાં બાંગ્લાદેશ પર 10 વિકેટથી વિજય મેળવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.