પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 17, 2025 9:21 એ એમ (AM)

views 24

કેન્દ્રીય મંત્રી C.R. પાટીલે નવસારીને 15 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી.જેમાં એક હજાર 480 લાખના ખર્ચે જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશન તથા નવસારી શહેરના ગ્રીડ રોડ ખાતે જળશક્તિ અભિયાન અંતર્ગત "કેચ ધ રેઇન" થીમ હેઠળ અંદાજિત ખર્ચ 18લાખથી વધુનૃના ખર્ચે તૈયાર થયેલ ટ્રાફિક આઇ...

નવેમ્બર 17, 2025 9:19 એ એમ (AM)

views 20

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેરના માર્ગો ઉપર બાજનજર રાખવા નેત્રમનું ઉદ્ઘાટન કર્યું

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસ કમાન્ડ અને કંટ્રોલ રૂમમાં 'નેત્રમ'નું ઉદ્ઘાટન કર્યું. આ કમાન્ડ અને કંટ્રોલ રૂમમાંથી 1,640 નવીનતમ ટેકનોલોજીવાળી ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ અને રેડ લાઇટ ઉલ્લંઘન AI-આધારિત સિસ્ટમ્સનું 30 પોલીસ કર્મચારીઓના સ્ટાફ દ્વારા 24 કલાક નિરીક્ષણ કરવામાં આવશે,

નવેમ્બર 17, 2025 9:18 એ એમ (AM)

views 37

મુખ્યમંત્રી અમદાવાદના આંબલી ખાતે આજે યુનિટી રનને પ્રસ્થાન કરાવશે, રાજ્યમાં અનેક સ્થળોએ એકતા યાત્રા યોજાઇ

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એકતા પદયાત્રાનું આયોજન કરાયું. આ પદયાત્રાઓમાં સ્વચ્છતા અભિયાન, સામાજિક કલ્યાણની પ્રવૃતિઓ, આત્મનિર્ભર ભારત, સ્વદેશી મેળાનું આયોજન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આંબલી ખાતેથી એકતા યાત્રાને પ્રસ્થાન...

નવેમ્બર 16, 2025 7:21 પી એમ(PM)

views 16

8 અને 9 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વિકાસ, રોકાણ અને નવી તકોને પ્રોત્સાહન મળશે

બીજી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો આગામી 8 અને 9 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાશે. કચ્છ અને સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને યોજાનાર આ પરિષદોથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વિકાસ, રોકાણ અને નવી તકોને પ્રોત્સાહન મળશે. તેમાં કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર સેમિનાર યોજાશે. રાજકોટ ખાતે યોજ...

નવેમ્બર 16, 2025 7:20 પી એમ(PM)

views 66

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં આજે એકતા પદયાત્રા યોજાઇ

દેશના લોખંડી પુરુષ અને રાષ્ટ્રનિર્માતા ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં આજે યુનિટી માર્ચ એટલે કે એકતા પદયાત્રાનું આયોજન કરાયું. નવસારી શહેરમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલે એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ એકતા પદયાત્રામાં 5 હજારથી વધુ લોકો જોડાયા. અમદાવાદના નિકોલ ...

નવેમ્બર 16, 2025 7:16 પી એમ(PM)

views 29

રાજસ્થાનના જોધપુર–બાલેસર ધોરીમાર્ગ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ગુજરાતનાં 6 શ્રદ્ધાળુઓનાં મોત

રાજસ્થાનના જોધપુર–બાલેસર ધોરીમાર્ગ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ગુજરાતનાં 6 શ્રદ્ધાળુઓનાં મોત થયાના અહેવાલ છે. બનાસકાંઠા અને ધનસુરાથી ટેમ્પોમાં આશરે 20 જેટલા શ્રદ્ધાળુઓ રામદેવરા દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાનના ખારી બેરી ગામ નજીક ટેમ્પો અનાજથી ભરેલા ટ્રક સાથે અથડાતાં અકસ્માત થય...

નવેમ્બર 16, 2025 7:15 પી એમ(PM)

views 33

આગામી સાત દિવસમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા

આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છે કે, ઉત્તર–પૂર્વ દિશામાંથી પવનો ફૂંકાશે, જેના કારણે આગામી દિવસોમાં લધુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. રાજ્યમાં ઠંડીનું જોર ધીમે-ધીમે વધી રહ્યું છે, સતત બીજા દિવસે કચ્છના નલિયામાં 12 ડિગ્રી તાપમા...

નવેમ્બર 16, 2025 7:14 પી એમ(PM)

views 46

રાજકોટમાં રમાયેલી બિનસત્તાવાર બીજી ODI ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકા A સામે ભારત Aનો 9 વિકેટે વિજય

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી એક દિવસીય ક્રિકેટની બિનસત્તાવાર ત્રણ મેચની શ્રેણીની બીજી મેચમાં આજે દક્ષિણ આફ્રિકા A સામે ભારત Aનો 9 વિકેટે ભવ્ય વિજય થયો છે. દક્ષિણ આફ્રિકા તરફથી મળેલા 133 રનના લક્ષ્યાંકને ભારતે 27 ઓવર અને 5 બોલમાં હાંસલ કર્યો. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ...

નવેમ્બર 16, 2025 2:46 પી એમ(PM)

views 24

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે આજે નવસારીના બિલિમોરા ખાતે “અંબિકા નદી પર મેજર બ્રિજ”નું ખાતમુહૂર્ત કર્યું.

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે આજે નવસારીના બિલિમોરા ખાતે “અંબિકા નદી પર મેજર બ્રિજ”નું ખાતમુહૂર્ત કર્યું. 50 કરોડના ખર્ચે “અંબિકા નદી પર મેજર બ્રિજ”ના ખાતમુહૂર્ત પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા. તેમણે જણાવ્યું કે, સરકારનો ધ્યેય ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પહોં...

નવેમ્બર 16, 2025 2:45 પી એમ(PM)

views 21

બનાસકાંઠાના પાલનપુર ખાતે અંદાજે 123 કરોડ રૂપિયાના ખર્ચે નવી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ થશે.

બનાસકાંઠાના પાલનપુર ખાતે અંદાજે 123 કરોડ રૂપિયાના ખર્ચે નવી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ થશે. સોશિયલ મીડિયા સંદેશમાં જિલ્લા કલેકટરે માહિતી આપતા જણાવ્યું કે હયાત કચેરીઓની જગ્યાએ બે નવી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત ભવન બનાવવામાં આવશે. આ આધુનિક ભવનથી નાગરિક સેવાઓ વધુ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.