પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 19, 2025 9:32 એ એમ (AM)

views 67

રાજ્યની ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધી 99.6 ટકા મતદારોને ફોર્મ મળ્યાં

ભારતીય ચૂંટણી પંચે જાહેર કર્યા મુજબ ગુજરાતમાં ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત તમામ B.L.O. રાજ્યમાં 4 ડિસેમ્બર સુધી મતદારોને મળી ફોર્મ આપશે. અત્યાર સુધી 99.6 ટકા મતદારોને ફોર્મ મળી ગયા હોવાનું રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લએ જણાવ્યુ હતું.

નવેમ્બર 19, 2025 9:30 એ એમ (AM)

views 50

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે રાજ્યની અલગ અલગ વિધાનસભા બેઠકો પર પદયાત્રા યોજાઈ

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે રાજ્યના તમામ વિધાનસભા મતવિસ્તારમાં પદયાત્રા યોજાઈ રહી છે.પંચમહાલના ગોધરામાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરાયું. આ પદયાત્રામાં રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય સી.કે. રાઉલજી સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને નગરજનો જોડાયા હતા. પદયાત્રા દરમિયાન નગ...

નવેમ્બર 19, 2025 9:27 એ એમ (AM)

views 117

ગુજરાત સાઈબર સેન્ટર ઑફ એક્સલન્સે ધ ઘોસ્ટ’ ના નામથી આંતરરાષ્ટ્રીય ‘સાઈબર સ્લેવરી’ રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી

સાયબર સેન્ટર ફોર એક્સેલન્સે મ્યાનમારના KK પાર્ક અને કમ્બોડિયા ખાતે ચાઇનીઝ સાઈબર માફિયા દ્વારા સંચાલિત 'સાયબર સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર-એજન્ટ નીલેશ પુરોહિત ઉર્ફે નીલને ઝડપી પાડ્યો છે. સાઈબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા 'ઘોસ્ટ') તરીકે કામ કરતા અ...

નવેમ્બર 19, 2025 9:26 એ એમ (AM)

views 560

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 21-મા હપ્તા હેઠળ રાજ્યના 49 લાખથી વધુ ખેડૂત પરિવારને 986 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના કોઇમ્બતુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કરશે. આ પ્રસંગે શ્રી મોદી દેશભરના ખેડૂતોને સંબોધશે.કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય...

નવેમ્બર 18, 2025 7:52 પી એમ(PM)

views 30

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કરશે.-રાજ્યના 49 લાખથી વધુ ખેડૂતને સહાય ચૂકવાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તમિળનાડુના કોઇમ્બતુરથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”નો 21-મો હપ્તો જાહેર કરશે. આ પ્રસંગે શ્રી મોદી દેશભરના ખેડૂતો સાથે વર્ચ્યૂઅલ સંવાદ કરીને વિશેષ સંબોધન કરશે. કૃષિમંત્રી જિતુ વાઘાણીએ કહ્યું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી ...

નવેમ્બર 18, 2025 7:26 પી એમ(PM)

views 25

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ગુજરાતને બીજા ક્રમાંકનો રાષ્ટ્રીય જળ પુરસ્કાર એનાયત.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અદ્વિતીય કામગીરી બદલ ગુજરાતને રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં બીજા ક્રમાંકનો પુરસ્કાર એનાયત કર્યો. નવી દિલ્હી ખાતે સુશ્રી મુર્મૂએ આજે છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2024 અને પ્રથમ જળસંચય જનભાગીદારી પુરસ્કાર એનાયત કર્યા. રાષ્ટ્રપતિનાં હસ્તે બનાસ ડેરીને “રાષ્ટ્ર...

નવેમ્બર 18, 2025 7:21 પી એમ(PM)

views 17

S.I.R. પ્રક્રિયા હેઠળ રાજ્યના 99 ટકાથી વધુ મતદારોને ગણતરીપત્રક અપાયાં.

રાજ્યમાં હાલ મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયાની કામગીરી ચાલી રહી છે. ગાંધીનગરમાં આ અંગે માહિતી આપતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારિથ શુક્લાએ કહ્યું, રાજ્યમાં બૂથ સ્તરના અધિકારી – BLO મતદારોને ઍન્યુમરૅશન ફૉર્મ એટલે કે, ગણતરી પત્રક આપશે. અત્યાર સુધી 99.6 ટકા મતદારોને આ પત્રક મળી ગયા...

નવેમ્બર 18, 2025 7:19 પી એમ(PM)

views 14

સુરતમાં એક કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે આંતર-રાષ્ટ્રીય પ્રવાસીની ધરપકડ

સુરત વિમાનમથક પરથી અંદાજે એક કરોડ 42 લાખ રૂપિયાના કેફી પદાર્થ સાથે આંતર-રાષ્ટ્રીય પ્રવાસી પકડાયો છે. સત્તાવાર યાદી મુજબ, ગઈકાલે સાંજે સાડા સાત વાગ્યે બૅન્કૉકથી સુરતની એક ઉડાનમાં એક શંકાસ્પદ પ્રવાસીના સામાનની તપાસ કરવામાં આવી. તેની પાસેથી ચાર કિલોથી વધુના વજનનો કેફી પદાર્થ મળી આવ્યો હતો. સુરત ગુનાશાખ...

નવેમ્બર 18, 2025 7:08 પી એમ(PM)

views 20

વડોદરાના ખેલાડી માનુષ શાહે રાષ્ટ્રીય સ્તરની ટૅબલ ટૅનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

વડોદરાના ખેલાડી માનુષ શાહે રાષ્ટ્રીય સ્તરની ટૅબલ ટૅનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. હરિયાણા ટૅબલ ટૅનિસ સંગઠનના ઉપક્રમે પંચકુલા ખાતે યોજાયેલી ચોથી રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ મેળવી. તેઓ સેમિ-ફાઈનલમાં હારી જતાં તેમને કાંસ્ય ચંદ્રક મળ્યો છે. અગાઉ આ સ્પર્ધામાં 24 વર્ષના માનુષ શાહ...

નવેમ્બર 18, 2025 3:25 પી એમ(PM)

views 20

દેવભૂમિ-દ્વારકામાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવી

દેવભૂમિ-દ્વારકામાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ કહ્યું, પકડાયેલો આ વિદેશી નાગરિક ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતો હતો. બે વર્ષ પહેલા તેના સ્ટૂડન્ટ વિઝા પૂરો થયો હોવા છતાં તે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતો હોવાની માહિતી મળતાં પોલીસના સ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.