પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 21, 2025 3:47 પી એમ(PM)

views 26

આગામી એક વર્ષ સરહદ સુરક્ષા દળ-BSFના આધુનિકીકરણ અને BSF જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી હતી કે, આગામી એક વર્ષ સરહદ સુરક્ષા દળ-BSFના આધુનિકીકરણ અને BSF જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે. કચ્છના ભુજ ખાતે BSFની સ્થાપનાના હીરક સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું, ગૃહ મંત્રાલયે BSFને વિશ્વનું સૌથી આધુનિક દળ બનાવવા પાંચ વર્ષનો લક્ષ્યાંક નક્કી કર્યો...

નવેમ્બર 21, 2025 3:45 પી એમ(PM)

views 12

રાજ્ય સરકારે આજ દિન સુધી રાજ્યના 92 હજાર 800થી વધુ ખેડૂતો પાસેથી એક હજાર 550 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરી

રાજ્ય સરકારે આજ દિન સુધી રાજ્યના 92 હજાર 800થી વધુ ખેડૂતો પાસેથી એક હજાર 550 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરી છે. સત્તાવાર યાદી મુજબ, સરકાર દ્વારા 272 ખરીદ કેન્દ્ર પરથી બે લાખ 13 હજાર મૅટ્રિક ટનથી વધુની મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ પ્રક્રિયા અંગે અધિકારીઓએ જણાવ્યું, ખેડૂતોને ટેકના ભાવની સંપૂર્ણ ખા...

નવેમ્બર 21, 2025 9:19 એ એમ (AM)

views 15

સુરતમાં BRTS બસ ચલાવીને નિશા શર્મા રાજ્યના પ્રથમ મહિલા બસ ચાલક બન્યા

નિશા શર્મા રાજ્યના પ્રથમ મહિલા બસ ચાલક બન્યા છે. સુરતમાં શરૂ કરાયેલી મહિલાઓ માટેની વિશેષ ગુલાબી BRTS બસના ચાલક બની તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. મૂળ મધ્યપ્રદેશના શ્રીમતી શર્મા ઇન્દોરમાં ચાર વર્ષથી BRTS બસ ચલાવી રહ્યા છે. ત્યારે આ મહિલા બસ ચાલકમાંથી અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળશે, તેમ પરિવહન સમિતિ અધ્ય...

નવેમ્બર 21, 2025 9:18 એ એમ (AM)

views 26

રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમમાં અધિકારીઓને સ્થળ મુલાકાત લઈ લોકોની રજૂઆતોનું નિવારણ લાવવા મુખ્યમંત્રીની તાકીદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્નોલોજીના ઉપયોગથી ઓનલાઈન જન ફરિયાદ નિવારણના કાર્યક્રમ ‘સ્વાગત’માં અધિકારીઓને સ્થળ મુલાકાત લઈને લોકોની રજૂઆતોનું નિવારણ લાવવા સૂચના આપી.ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં 70થી વધુ નાગરિકોએ સમસ્યાની રજૂઆત કરી તેમાંથી ચાર જેટલા અરજદારોની રજૂઆતો મુખ્યમંત્રીએ ...

નવેમ્બર 21, 2025 9:17 એ એમ (AM)

views 31

ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે આજે ગાંધીનગરમાં રાજ્યકક્ષાની મોકડ્રીલ યોજાશે

રાજ્યમાં ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે આજે મોકડ્રીલ યોજાશે. ત્યારે ગાંધીનગરમાં રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર-SEOC ખાતે રાજ્યકક્ષાની મોકડ્રીલ યોજાશે. આ ઉપરાંત રાજ્યના મુખ્ય પેટ્રો કેમિકલ હબ્સ જામનગર, હજીરા, વાડીનાર અને કંડલા જેવા સ્થળોએ પણ આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.ગાંધીનગર ખાતે ય...

નવેમ્બર 20, 2025 7:10 પી એમ(PM)

views 17

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખંડ ભારતના નિર્માણમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહના અભૂતપૂર્વ યોગદાનને યાદ કર્યું – ભાવનગરમાં ભાજપના નવા કાર્યાલયનો શુભાંરભ કરાવ્યો.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, મહારાજા કૃષ્ણકુમાર સિંહના અભૂતપૂર્વ યોગદાનના કારણે આજે અખંડ ભારતનું નિર્માણ થયું. ભાવનગરમાં ભાજપના જિલ્લા કાર્યાલય “ભાવ કમલમ્”-નું લોકાર્પણ અને જિલ્લા તથા મહાનગર દ્વારા આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહને સંબોધતા શ્રી શાહે આ વાત કહી. આ પ્રસંગે શ્રી શાહ...

નવેમ્બર 20, 2025 7:08 પી એમ(PM)

views 20

શિક્ષણ વિભાગે રાજ્યમાં નવી છ DEO કચેરીને મંજૂરી આપી.

શિક્ષણ વિભાગે રાજ્યમાં નવી છ જિલ્લા શિક્ષણાધિકારી- DEO કચેરીને મંજૂરી આપી છે. મળતી માહિતી મુજબ, સુરત, રાજકોટ, ગાંધીનગર અને વડોદરામાં ગ્રામ્ય DEO કચેરી બનશે. જ્યારે અમદાવાદ શહેર DEOને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરાશે. ઉપરાંત કચ્છ જિલ્લાને બે ભાગમાં વિભાજન કરીને અંજાર-પૂર્વ અને કચ્છ-ભુજમાં ...

નવેમ્બર 20, 2025 7:07 પી એમ(PM)

views 18

રાજ્યમાં ગત 24 કલાકમાં વિવિધ અકસ્માતમાં પાંચ લોકોના મોત

રાજ્યમાં ગત 24 કલાકમાં અલગ અલગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે. આ તમામ દુર્ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. વલસાડમાં તિથલ ફરવા આવેલા બિલિમોરાના એક દંપતીનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. અમારા પ્રતિનિધિ નવિન પટેલ જણાવે છે, અજાણ્યા વાહનચાલક અને દંપતીની મોટરસાઈકલ વચ્ચે ટક્કર થતાં આ દુર્ઘટના...

નવેમ્બર 20, 2025 7:06 પી એમ(PM)

views 16

સુરતમાં મહિલાઓ માટે રાજ્યની પહેલી ગુલાબી રંગની BRTS બસનો પ્રારંભ.

સુરતમાં મહિલાઓ માટે ગુલાબી રંગની વિશેષ BRTS બસનો પ્રારંભ કરાયો છે. આ રાજ્યની પહેલી BRTS બસ છે, જેનાં ચાલક પણ મહિલા છે. આ બસ ONGC કૉલોની-થી સરથાણા નૅચર પાર્ક સુધી દોડશે. 20 મહિના પહેલા મહાનગરપાલિકાએ મહિલા ચાલક સાથે ગુલાબી બસ દોડાવવાની જાહેરાત કરી હતી. મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરથી આવેલાં આ બસનાં ચાલક નિશ...

નવેમ્બર 20, 2025 7:05 પી એમ(PM)

views 52

રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ઠંડી વધવાની હવામાન ખાતાની આગાહી.

રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગની સત્તાવાર યાદી મુજબ, આ સમયગાળામાં રાજ્યમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. ત્યારબાદ કોઈ મોટા ફેરફારની શક્યતા નહીંવત્ છે. રાજ્યમાં હાલ શિયાળાનો પ્રારંભ થતાં 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.