પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 22, 2025 7:17 પી એમ(PM)

views 39

રાજ્ય પોલીસમાં 14 હજાર 507 જેટલી નવી જગ્યા માટે ભરતી કરાશે – ગાંધીનગરમાં ચાર હજારથી વધુ નવા કર્મચારીઓને નિમણૂકપત્ર અપાયાં.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય પોલીસમાં 14 હજાર 507 નવી જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. પોલીસમાં 12 હજારથી વધુ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા આવી હોવાનો ઉલ્લેખ કરતા શ્રી સંઘવીએ કહ્યું, તેમને ટૂંક સમયમાં નિમણૂકપત્ર અપાશે. ગાંધીનગરમાં સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવાર...

નવેમ્બર 22, 2025 7:15 પી એમ(PM)

views 15

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં મહાપાલિકાના 545 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અંદાજે 545 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, રાજકોટ અગાઉ પાણીની સૌથી વધુ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યું છે, પરંતુ આજે રાજકોટની કાયાપલટ થઈ છે. શ્રી પટેલે આત્મનિર્ભર ...

નવેમ્બર 22, 2025 7:14 પી એમ(PM)

views 12

પાટણમાં 11 લાખ રૂપિયાથી વધુનો ભેળસેળયુક્ત તેલ અને ઘીનો જથ્થો પકડાયો

પાટણમાં 11 લાખ રૂપિયાથી વધુનો ભેળસેળયુક્ત તેલ અને ઘીનો જથ્થો કબજે કરાયો. મળતી માહિતી મુજબ, સ્થાનિક ગુનાશાખા – LCB અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રએ સંયુક્ત કામગીરી દરમિયાન મંડોત્રી માર્ગ પર આવેલા વખારમાં દરોડા પાડ્યા. તપાસ દરમિયાન એક હજાર 500 કિલોથી વધુ ઘી અને ત્રણ હજાર 200 કિલોથી વધુનું ભેળસેળયુક્ત ઘી...

નવેમ્બર 22, 2025 7:13 પી એમ(PM)

views 30

મહેસાણાના વડનગરમાં આજથી તાનારિરિ મહોત્સવનો પ્રારંભ.

મહેસાણાના વડનગરમાં આજથી બે દિવસના તાના-રીરી મહોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવનો શુભારંભ કરાવશે. તેમાં સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન, વાદન અને લોકસંગીતના કાર્યક્રમ રજૂ કરશે. સત્તાવાર યાદી મુજબ, આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકાં કલાપિની કોમકલીને તાના-રીરી સંગીત સન્માન ...

નવેમ્બર 22, 2025 4:24 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટમાં ગ્રેટર રાજકોટ વેપાર અને ઉદ્યોગ મહામંડળ – GRCCIના ભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટમાં ગ્રેટર રાજકોટ વેપાર અને ઉદ્યોગ મહામંડળ – GRCCIના ભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે શ્રી પટેલે GRCCI-ની પ્રવૃત્તિઓ વધુ વિસ્તૃત બનશે અને સ્થાનિક ઉદ્યોગોને નવો આધાર મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. શ્રી પટેલે આગામી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પર...

નવેમ્બર 22, 2025 4:23 પી એમ(PM)

views 19

રાજ્ય પોલીસના 568 અધિકારી અને કર્મચારીઓને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ DGP કમેન્ડૅશન ડિસ્ક 2024 એનાયત કરાશે.

રાજ્ય પોલીસના 568 અધિકારી અને કર્મચારીઓને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ DGP કમેન્ડૅશન ડિસ્ક 2024 એનાયત કરાશે. ગુજરાત પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા વર્ષ 2024 દરમિયાન પોલીસ વિભાગની ફરજમાં ઉત્તમ અને સરાહનીય સેવાઓ બદલ આ સન્માન અપાશે. આગામી 25 નવેમ્બરે ગાંધીનગરમાં કરાઈ ગુજરાત પોલીસ અકાદમીના વિદ્યાભ...

નવેમ્બર 22, 2025 4:22 પી એમ(PM)

views 36

રાજ્યભરમાં હાલ મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ ચાલી રહી છે.

રાજ્યભરમાં હાલ મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ ચાલી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પાંચ બૂથ સ્તરના અધિકારી – BLO-એ પોતાના વિસ્તારની 100 ટકા કામગીરી પૂર્ણ કરતાં કલેક્ટરે તેમને પ્રમાણપત્ર આપી કામગીરીને બિરદાવી હતી. મહેસાણામાં છ લાખ 30 હજારથી વધુ BLO-એ અત્યાર સુધીમાં S.I.R.ની 35 ટકા ક...

નવેમ્બર 22, 2025 4:22 પી એમ(PM)

views 14

ભાવનગરમાં રાજ્ય સરકાર દ્વારા યોજાયેલી ખેલ મહાકુંભની તરણ સ્પર્ધામાં ભાવનગરની વિદ્યાર્થિનીઓ વિવિધ શ્રેણીમાં વિજેતા થઈ

ભાવનગરમાં રાજ્ય સરકાર દ્વારા યોજાયેલી ખેલ મહાકુંભની તરણ સ્પર્ધામાં ભાવનગરની વિદ્યાર્થિનીઓ વિવિધ શ્રેણીમાં વિજેતા થઈ છે. સિદસર રમતગમત સંકુલ ખાતે યોજાયેલી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા મહાવિદ્યાલય દેવરાજનગરમાં ભણતાં અંજલિ યાદવ, કશિશ ચુડાસમા, રિન્કલ બારૈયા, મિત્તલ બારૈયાએ ભાવનગરનું ગૌરવ વધાર્યું છે.

નવેમ્બર 22, 2025 4:25 પી એમ(PM)

views 29

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુણવત્તાયુક્ત વિકાસ પર ભાર મૂકવાની અને પર્યાવરણપ્રિય વિકાસને વેગ આપવાની નેમ વ્યક્ત કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુણવત્તાયુક્ત વિકાસ પર ભાર મૂકવાની અને પર્યાવરણપ્રિય વિકાસને વેગ આપવાની નેમ વ્યક્ત કરી. રાજકોટમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અંદાજે 545 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા શ્રી પટેલે મહાનગરપાલિકાની જળ વ્યવસ્થાપનની કામગીરીને બિરદાવી હતી. સાથે ...

નવેમ્બર 22, 2025 11:01 એ એમ (AM)

views 19

રાજ્યમાં 13 લાખથી વધુ લોકોએ મોબાઇલ હેલ્થ-મેડિકલ યુનિટ વાન દ્વારા OPD સેવાઓનો લાભ મેળવ્યો

રાજ્યમાં 13 લાખ 50 હજારથી વધુ લોકોએ 137 મોબાઇલ હેલ્થ-મેડિકલ યુનિટ એટલે કે આરોગ્ય-તબીબી વાન દ્વારા ઓપીડી સેવાઓનો લાભ મેળવ્યો છે. રાજ્યમાં 102 મોબાઇલ હેલ્થ યુનિટ અને 35 મોબાઇલ મેડિકલ યુનિટ કાર્યરત છે, જેમાં 80 આદિવાસી પટ્ટામાં, 23 અગરિયા વિસ્તારોમાં, 11 રણ પ્રદેશોમાં, ચાર વન વિસ્તારમાં અને 19 સામાન્ય ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.