પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 24, 2025 9:22 એ એમ (AM)

views 27

અમદાવાદમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં એક હજાર 900 ખેલાડીઓએ ભાગ લીધો

અમદાવાદમાં એસ જી હાઇવે સ્થિત હિરામણી શિક્ષણ સંકુલમાં 21થી 23 નવેમ્બર દરમિયાન સાંસદ નરહરિ અમીનના નેજા હેઠળ ખેલ મહોત્સવ યોજાયો હતો. જેમાં ગાંધીનગર સહિતની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓએ ખોખો, કબડ્ડી, લીંબુ ચમચી જેવી નવ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હોવાનું સાંસદ નરહરિ અમીને જણાવ્યું હતું.

નવેમ્બર 24, 2025 9:20 એ એમ (AM)

views 26

મહેસાણા વડનગર ખાતે ગઇકાલે તાનારીરી મહોત્સવ સંપન્ન થયો

મહેસાણામાં વડનગર ખાતે ગઇકાલે તાનારીરી મહોત્સવ સંપન્ન થયો. સમાપન સમારોહમાં જિલ્લા પ્રભારી મંત્રી પ્રવિણ માળી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાસ્ત્રીય ગાયક ડો. સુભદ્રા દેસાઈ અને સંતુર વાદન નિનદ અધિકારીને સન્માનિત કરાયા હતા. બે દિવસ દરમ્યાન આ મહોત્સવમાં શાસ્ત્રીય ગાયન, વાદન અને લોકસંગીત...

નવેમ્બર 24, 2025 9:20 એ એમ (AM)

views 24

અમદાવાદની વિધાનસભાની બેઠકો ઉપર યોજાયેલી એકતા યાત્રા સંપન્ન થશે

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યની વિવિધ વિધાનસભામાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ રહી છે. અમદાવાદની વિધાનસભા બેઠકો ઉપર એકતા યાત્રા યોજાઇ રહી છે. જે અંતર્ગત ગઇકાલે મણીનગર વિધાનસભા વિસ્તારની એકતા યાત્રા યોજાઇ હતી.સાંસદ દિનેશ મકવાણા અને ધારાસભ્ય અમોલ ભટ્ટની આગેવાની હેઠળ યોજાયે...

નવેમ્બર 24, 2025 9:19 એ એમ (AM)

views 23

રાજ્યમાં મંત્રીઓ, ધારાસભ્યોએ વિશેષ મતદાર સુધારણાની કામગીરીમાં નાગરિકોને સહયોગ આપવા અપીલ કરતાં કામગીરી સરળ બની

ચૂંટણી પંચે જણાવ્યુ છે ખાસ સઘન સુધારણા SIRના બીજા તબક્કાની શરૂઆતથી અત્યાર સુધીમાં મતદારોને 50 કરોડ 47 લાખથી વધુ મત ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સંખ્યા આ તબક્કામાં આવરી લેવામાં આવેલા આશરે 51 કરોડ મતદારોના 99 ટકાથી વધુ છે. 4 નવેમ્બરથી ગુજરાત સહિત નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં...

નવેમ્બર 24, 2025 9:18 એ એમ (AM)

views 53

લઘુત્તમ ટેકાના ભાવે આજથી ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની ખરીદી શરૂ થશે

રાજ્ય સરકાર ખરીફ માર્કેટિંગ સિઝન અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે આજથી ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરશે.ડાંગર માટે પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામ ડાંગરનો જથ્થો નોંધણી થયેલા ધરતીપુત્રો પાસેથી ખરીદ કરવામાં આવશે. આજથી લઇ આગામી 31 જાન્યુઆરી, 2026 સુધી આ ખરીદી અન્વયે ડાંગર માટે ...

નવેમ્બર 23, 2025 7:15 પી એમ(PM)

views 15

સરહદી કચ્છ જિલ્લાને એક જ દિવસમાં અંદાજે ૬૮૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી

કચ્છના ભુજ શહેરમાં લાલન કોલેજ ગ્રાઉન્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 680 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થયા હતાં. તેમણે ભુજ ખાતેથી કચ્છના 503 કરોડથી વધુના તેમજ ગાંધીધામ મહાનગરપાલિકા હેઠળના 176 કરોડ રૂપિયાના વિકાસકામોનું ખાતમૂહુર્ત કર્યુ. તેમણે કહ્યું હતું કે કચ્છ સૌથી વધુ ...

નવેમ્બર 23, 2025 7:14 પી એમ(PM)

views 15

આકાશવાણી અમદાવાદ દ્વારા આજે 67માં આકાશવાણી સંગીત સંમેલન 2025નું આયોજન કરવામાં આવ્યું

આકાશવાણી અમદાવાદ દ્વારા આજે 67માં આકાશવાણી સંગીત સંમેલન 2025નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાર ભારતી અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી આયોજિત આ સંગીત સંમેલનમાં ભારતનાં સમૃદ્ધ સંગીત વારસાની ઉજવણી કરાઇ રહી છે. આ સંગીત સંમેલનમાં શાસ્ત્રીય અને સુગમ સંગીત બંને શૈલીના નિષ્ણાત કલાકારોનો સંગમ જો...

નવેમ્બર 23, 2025 7:13 પી એમ(PM)

views 21

રાજ્યભરમાં વિશેષ મતદાર સુધારણા અભિયાનને નાગરિકો તરફથી ઉત્તમ પ્રતિસાદ સાંપડી રહ્યો છે

રાજ્યમાં વિશેષ મતદાર સુધારણા કાર્યક્રમને નાગરિકો તરફથી ઉત્તમ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. રાજ્યમાં હાલ મતદાર સુધારણાની કામગીરી ચાલી રહી છે, ત્યારે રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ લોકશાહીમાં પ્રજાના મતની અધિકારીતાનું મહત્વ સમજાવતા SIR અંતર્ગત BLO અધિકારી આવે ત્યારે તેમને સહયોગ કરવા અપીલ કરી હતી. દરમિયાન...

નવેમ્બર 23, 2025 7:12 પી એમ(PM)

views 27

આવતીકાલથી લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની ખરીદી શરૂ થશે

આવતીકાલથી રાજ્ય સરકાર ખરીફ માર્કેટિંગ સિઝન અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરશે. ડાંગર માટે પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામ ડાંગરનો જથ્થો નોંધણી થયેલા ધરતીપુત્રો પાસેથી ખરીદ કરવામાં આવશે.આવતીકાલથી આગામી 31 જાન્યુઆરી, 2026 સુધી આ ખરીદી અન્વયે ડાંગ...

નવેમ્બર 23, 2025 7:12 પી એમ(PM)

views 15

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલના 11 દિવસમાં 8 લાખથી વધુ પુસ્તક પ્રેમીઓએ મુલાકાત લીધી

સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13 થી 23 નવેમ્બર સુધી યોજાયેલ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025એ આ વખતે લોકપ્રિયતાનો નવો ઇતિહાસ રચ્યો છે. ‘વાંચે ગુજરાત 2.0’ અભિયાન સાથે જોડાયેલ આ 11-દિવસીય મહોત્સવમાં કુલ 8.21 લાખથી વધુ મુલાકાતીઓએ હાજરી આપી, જેને કારણે આ સાહિત્યિક મહોત્સવ રાજ્યમાં જ નહીં પરં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.