પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 25, 2025 2:37 પી એમ(PM)

views 49

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128-મી કડી હશે. લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને મંતવ્ય ટૉલફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકશે. તેઓ નરેન્દ્ર મોદી ઍપ અથ...

નવેમ્બર 25, 2025 2:35 પી એમ(PM)

views 14

છોટાઉદેપુરમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં 260 જેટલા રમતવીરોએ ભાગ લીધો.

છોટાઉદેપુરમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં 260 જેટલા રમતવીરોએ ભાગ લીધો. જબુગામ ખાતે શ્રી સી. એન. બક્ષી સાર્વજનિક વિદ્યાલયના મેદાન પર યોજાયેલા આ મહોત્સવમાં લીંબુ ચમચી, વૉલિબૉલ, રસ્સા ખેંચ, ફૂટબૉલ, વૉલીબૉલ જેવી સ્પર્ધા રમવામાં આવી. આ અંગે સાંસદ જસુ રાઠવાએ વધુ માહિતી આપી.

નવેમ્બર 25, 2025 2:34 પી એમ(PM)

views 20

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ.

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યભરમાં ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી અને રાહત સહાય, ખાતરની અછત, રાજ્ય સરકારના આગામી કાર્યક્રમ અને નીતિગત વિષય તથા એકતા યાત્રાના કાર્યક્રમ અંગે સમી...

નવેમ્બર 25, 2025 2:33 પી એમ(PM)

views 22

રાજ્યમાં હાલ વહેલી સવારે અને રાત્રે ઠંડી તથા બપોરે ગરમી એમ એકસાથે બે ઋતુનો અનુભવ

રાજ્યમાં હાલ વહેલી સવારે અને રાત્રે ઠંડી તથા બપોરે ગરમી એમ એકસાથે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. આ સાથે જ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. હાલ 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડું શહેર ર...

નવેમ્બર 25, 2025 2:32 પી એમ(PM)

views 19

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં ક્રાઈમ કૉન્ફરન્સ યોજાઈ ગઈ.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં ક્રાઈમ કૉન્ફરન્સ યોજાઈ ગઈ. ગુજરાત પોલીસ અકાદમી ખાતે યોજાયેલી આ પરિષદમાં તમામ જિલ્લા, શહેર અને એકમના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને મહત્વપૂર્ણ ચર્ચા કરી

નવેમ્બર 25, 2025 2:37 પી એમ(PM)

views 28

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે નવસારીમાં નવનિર્મિત બસ ટર્મિનલનું લોકાર્પણ કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે નવસારીમાં નવનિર્મિત બસ ટર્મિનલનું લોકાર્પણ કરશે. PPP એટલે કે, જાહેર ખાનગી ભાગીદારીથી 29 હજાર 510 ચોરસ મીટર વિસ્તારમાં આ પ્રતિકાત્મક બસપૉર્ટનું નિર્માણ કરાયું છે. 82 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલું આ બસપૉર્ટ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. ઉપરાંત શ્રી પટેલ જિલ્લા...

નવેમ્બર 25, 2025 10:10 એ એમ (AM)

views 14

સ્ટેટ મોનિટરિંગ સેલે કચ્છમાંથી બે અલગ અલગ કેસ કરીને ત્રણ કરોડ કરતાં વધુનો વિદેશી બનાવટનો દારૂ જપ્ત કર્યો

સ્ટેટ મોનિટરિંગ સેલે પશ્ચિમ કચ્છના મુન્દ્રા વિસ્તારમાં ગેરકાયદે IMFL દારૂના મોટા જથ્થાની હેરાફેરીના બે અલગ-અલગ કેસોમાં કાર્યવાહી કરી છે.પ્રથમ કેસમાં, મુન્દ્રા નજીકથી એક ટ્રેલરમાંથી વિદેશી દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે અન્ય કેસમાં મુન્દ્રા પોર્ટ રેલવે સ્ટેશન પાસે કન્ટેનરમાંથી દાર...

નવેમ્બર 25, 2025 10:10 એ એમ (AM)

views 17

રાષ્ટ્રવિરોધી તત્વોની સઘન તપાસ ઝુંબેશ અંતર્ગત 31 હજાર 834 આરોપીઓની ગુજરાત પોલીસે ચકાસણી કરી

ગુજરાત પોલીસના વિશેષ અભિયાન દરમિયાનમાં 100 કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોની સઘન તપાસ હાથ ધરાઇ રહી છે.જે અંતર્ગત છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનાના 31 હજાર 834 આરોપીઓની ચકાસણી કરવામાં આવી છે. અન લૉ ફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ, TADA, NDPS, આર્મ્સ, એક્સપ્લોઝિવ એક્ટ જેવા ગં...

નવેમ્બર 25, 2025 10:09 એ એમ (AM)

views 19

નવસારીમાં તૈયાર થયેલા અદ્યતન સુવિધાથી સજજ બસ પોર્ટનું આજે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના 13માં અદ્યતન બસ પોર્ટનું આજે નવસારીમાં લોકાર્પણ કરશે.આ અદ્યતન સુવિધા વાળુ 82 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન બસપોર્ટના લોકાર્પણમાં કેન્દ્રિય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ જોડાશે.પી.પી.પી. ધોરણે નિર્માણ પામતા આવા બસપોર્ટમાં મુસાફરોની સુગમ...

નવેમ્બર 25, 2025 10:09 એ એમ (AM)

views 22

આજે રાજ્યમંત્રીમંડળની યોજાનારી બેઠકમાં ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી, રાહત સહાય અને ખાતરની અછત અંગે ચર્ચા કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક આજે મળશે.આ કેબિનેટ બેઠક રાજ્યભરમાં ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી, રાહત સહાય અને ખાતરની અછત અંગે ચર્ચા કરાશે. તે ઉપરાંત રાજયભરમાં યોજાઇ રહેલી એકતા યાત્રાના અને રાજ્ય સરકારની આગામી ચિંતન શિબિર પર ચર્ચા થશે અમદાવાદના સંભવિત કોમનવેલ્થ ગેમ્સની જાહેર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.