પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 27, 2025 3:48 પી એમ(PM)

views 22

ભાવનગરમાં ગુજરાત રમતગમત સત્તામંડળ દ્વારા યોજાયેલા ખેલ મહાકુંભની જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા મહાવિદ્યાલયની ટીમ વિજેતા બની

ભાવનગરમાં ગુજરાત રમતગમત સત્તામંડળ દ્વારા યોજાયેલા ખેલ મહાકુંભની જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા મહાવિદ્યાલયની ટીમ વિજેતા બની છે. B. M. કૉમર્સ હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલી સ્પર્ધામાં આ વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમાંક મેળવતા તમામ લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

નવેમ્બર 27, 2025 3:45 પી એમ(PM)

views 18

ગીર સોમનાથમાં આજથી કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજથી પ્રારંભ થશે

ગીર સોમનાથમાં આજથી કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજથી પ્રારંભ થશે. વર્ષ 1955થી શરૂ થયેલો આ મેળો લોકસંસ્કૃતિ, આધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણિતા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર મેળા પરિસર, પ્રવેશદ્વાર, મુખ્યમંદિરોને આવરી લેતા અત્યાધુનિક CCTV કૅમેરાનું નૅટવર્ક ગોઠવવામાં આવ્યું છે.

નવેમ્બર 27, 2025 3:28 પી એમ(PM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 તારીખે “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128-મી કડી હશે. લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને મંતવ્ય ટૉલફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકશે. તેઓ નરેન્દ્ર મોદી ઍપ અથ...

નવેમ્બર 27, 2025 3:26 પી એમ(PM)

views 18

ડાંગમાં S.I.R. માટેના ગણતરીપત્રક અને ડિજિટાઇઝૅશનની ઉત્તમ કામગીરી કરનારા બૂથ સ્તરના અધિકારી – BLOનું સન્માન કરાયું

રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ડાંગમાં S.I.R. માટેના ગણતરીપત્રક અને ડિજિટાઇઝૅશનની ઉત્તમ કામગીરી કરનારા બૂથ સ્તરના અધિકારી – BLOનું સન્માન કરાયું છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ BLO ઉમેશ દેસાઈ, યોગિતા ગાંગુર્ડે, રઘુભાઈ સૂર્યવંશીને પ્રશસ્તિપત્ર એન...

નવેમ્બર 27, 2025 3:51 પી એમ(PM)

views 12

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં રાજ્યના રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી.

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં રાજ્યના રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી. શ્રી ગડકરીએ રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા અધિકારીઓ અને ઇજારદારોને તાકીદ કરી છે. તેમણે માર્ગોના નિર્માણ અને સમારકામમાં નાગરિક સુરક્ષાને સર્...

નવેમ્બર 26, 2025 8:05 પી એમ(PM)

views 13

વર્ષ 2030માં રાષ્ટ્રમંડળ રમત અમદાવાદમાં યોજાશે – ગ્લાસગૉમાં રાષ્ટ્રમંડળની સામાન્ય સભામાં જાહેરાત

૨૦૩૦માં ૧૦૦મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. ૨૦૧૦ માં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ પછી આ ભારતની બીજી કોમનવેલ્થ ગેમ્સ હશે.ગ્લાસગોમાં જનરલ એસેમ્બલીમાં ૭૪ કોમનવેલ્થ દેશોના પ્રતિનિધિઓ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદનું વિઝન ગ્લાસગો ૨૦૨૬ની ગતિ પર આધ...

નવેમ્બર 26, 2025 8:04 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દેશમાં લાગુ કરાયેલી નવી શ્રમ સંહિતાએ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ – કરમસદથી કેવડીયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રાનો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, કેન્દ્ર સરકારે તાજેતરમાં દેશમાં લાગુ કરેલી નવી શ્રમ સંહિતા એ શ્રમિકોના અધિકારોના સદા હિમાયતી રહેલા સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ છે. ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રૉફેસર ડૉક્ટર માણિક સાહા સાથે આણંદમાં શાસ્ત્રી મેદાન ખાતે આજે “સરદાર ઍટ 150 યુનિટી માર્ચ” રાષ્ટ્રીય પદયાત્...

નવેમ્બર 26, 2025 8:02 પી એમ(PM)

views 42

રાજ્યભરમાં S.I.R.ની કામગીરી પૂરજોશમાં – આગામી 29 અને 30 તારીખે તાલુકા સ્તરની શિબિર યોજાશે

રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે હવે આગામી 29 અને 30 તારીખે રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારમાં તાલુકા સ્તરની શિબિર યોજાશે.રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લાની સૂચના મુજબ યોજાનારી આ શિબિરમાં મામલદાર, પ્રાન્ત કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત ...

નવેમ્બર 26, 2025 8:02 પી એમ(PM)

views 15

દેવભૂમિદ્વારકાના ઓખા અને કાનાલુસ ડબલિંગ રેલવેલાઈને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

કેન્દ્રીય મંત્રીમંડળે આજે અંદાજે બે હજાર 781 કરોડ રૂપિયાની રેલવેની બે પરિયોજનાને મંજૂરી આપી છે.મંત્રીમંડળની બેઠક અંગે વિગત આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, 141 કિલોમીટરની દેવભૂમિદ્વારકાના ઓખા અને કાનાલુસ ડબલિંગ રેલવે લાઈન માટે એક હજાર 457 કરોડ રૂપિયાને મંજૂરી અપાઈ છે. આ ડબલિંગથી દ્વારકા...

નવેમ્બર 26, 2025 2:33 પી એમ(PM)

views 17

સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ક્રિકેટમાં આજે ગુજરાત અને સર્વિસીઝ વચ્ચેની મૅચમાં ગુજરાતની ટીમનો વિજય થયો.

સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ક્રિકેટમાં આજે ગુજરાત અને સર્વિસીઝ વચ્ચેની મૅચમાં ગુજરાતની ટીમનો વિજય થયો છે. હૈદરાબાદમાં જિમખાના મૅદાનમાં રમાયેલી મૅચમાં ગુજરાતે ટૉસ જીતીને પહેલા બૉલિંગનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સર્વિસીઝ ટીમે નિર્ધારિત 20 ઑવરમાં નવ વિકેટ ગુમાવી 182 રન બનાવ્યાં. જવાબમાં ગુજરાતે 12 ઑવર ત્ર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.